Book Title: Sanskar Shakti
Author(s): Sanskar Shakti Garbh Sanskaran Kendra
Publisher: Sanskar Shakti Garbh Sanskaran Kendra

View full book text
Previous | Next

Page 133
________________ જબરજસ્ત દાહ-બળતરા ઉત્પન્ન થાય છે. એટલે જ્યારે કોઈ વ્યક્તિ રાગ દીપક ગાય તેના પછી બીજા જ કોઈ વ્યક્તિએ રાગ મલ્હાર (મલ્હાર એટલે વરસાદ) ગાવું પડે છે. છતાં પણ રાજાની હઠ સામે ઝૂકવું પડે છે અને તાનસેન રાગ દીપક ગાઈ બધા જ દીવાઓને પ્રજ્વલિત કરી તો દે છે, પરંતુ તેનામાં દાહ-નામનો રોગ થઈ જાય છે. એક દિવસ ફરતાં ફરતાં એક ગામમાં આવી પહોંચે છે ત્યાં બે બહેનોને ખબર પડી જાય છે કે આ માણસને રાગ દીપક ગાવાથી દાહ થઈ ગયો છે. તેઓ મળીને રાગ મલ્હાર ગાઈને આ દાહ ઓછો કરે છે અને તેમનું નામ પણ ઇતિહાસમાં અમર થઈ જાય છે તેમનું નામ હતું તાના અને રીરિ આ જ બતાવે છે કે રાગોનો શરીર પર જબરજસ્ત પ્રભાવ પડે છે. રાગ ઉપર બીજી એક કથા ખૂબ પ્રચલિત છે. રાજા અકબરના દરબારમાં તાનસેનનું સ્થાન સર્વોપરી હતું. તેનું તેમને અભિમાન હતું.આ વાત બૈજુબાવરા નામના સંગીતકારને ખબર પડી તેથી તેઓ તાનસેનનો મદ ઉતારવા દિલ્હી આવ્યા. તેમણે તાનસેનને પડકાર ફેંક્યો કે જે રાગ હું વગાડીશ તે રાગ તાનસેન વગાડી બતાડે અને જે રાગ તાનસેન વગાડશે તે રાગ હું વગાડી બતાવીશ. સ્પર્ધા ખૂબ જ રસપ્રદ થઇ ગઇ. બધા આ સ્પર્ધા ખૂબ જ ઉત્સાહ પૂર્વક જોવા આવ્યા.બધાને વિશ્વાસ હતો કે આ સ્પર્ધા તાનસેન જ જીતશે. સર્વપ્રથમ તાનસેને રાગ છેડ્યો અને બધાના આશ્ચર્ય વચ્ચે જંગલમાંથી હરણોનું એક ટોળું આવ્યું અને તેમાં પ્રમુખ હરણને તાનસેને માળા પહેરાવી અને બધા હરણ જતા રહ્યા.બધાના મુખમાં વાહ!વાહ! ના ઉદ્ગારો નીકળી પડ્યા.હવે વારો હતો બેજુબાવરાનો, તેમણે રાગ છેડવાનો શરૂ કર્યો. રાગ વગાડવાની સાથે એક જ હરણ આવ્યું અને તે એ જ હરણ હતું જેના ગળામાં તાનસેને માળા પહેરાવી હતી. તે માળા બેજુએ કાઢી લીધી અને એ હરણ પાછું જંગલમાં જતું રહ્યું બધા મોઢામાં આંગળા નાંખી ગયા. હવે બેજુબાવરાએ એક પથ્થર મંગાવ્યો અને રાગ છેડવાનો શરૂ કર્યો ધીમે ધીમે એ પથ્થર પીગળવા લાગ્યો અને બૈજુએ પોતાનો તાનપૂરો તેમાં નાંખી દીધો અને જેવો રાગ બંધ થયો તે પથ્થર પોતાની મૂળ સ્થિતિમાં આવી ગયો. હવે બે જુએ તાનસેનને પડકાર ફેંક્યો કે આ તાનપૂરો આમાંથી કાઢી બતાવ.તાનસને પોતાનો પરાજય સ્વીકારે છે. આ સાથે વિચારે છે કે ઘણા વર્ષો પહેલા જ્યારે તેઓ ગુરૂ પાસે ભણવાનું પુરૂ કર્યું ત્યારે ગુરૂએ કહ્યું હતું કે તાનસેન તું ખૂબ ઉત્તમ સંગીત વિશારદ છે પણ તારાથી પણ ઉત્તમ સંગીત વિશારદ થોડા સમય પહેલા મારી પાસે ભણીને ગયો છે.એના સિવાય તારી સરખામણી કોઇ જ નહી કરી મર યE HE son international For Personal & Private Use Only www.ainelibrary 990

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172