Book Title: Sanskar Shakti
Author(s): Sanskar Shakti Garbh Sanskaran Kendra
Publisher: Sanskar Shakti Garbh Sanskaran Kendra

View full book text
Previous | Next

Page 135
________________ ગર્ભસ્થિત બાળકનો સ્મૃતિનો વિકાસ (ગુજરાત સમાચાર, તા. ૧૩-૪-૨૦૦૮) ડેન્માર્કના તબીબી વિજ્ઞાનીઓએ માતાના ગર્ભમાં પાંગરી રહેલાં એક લાખ જેટલાં શિશુ વિશે વ્યાપક અભ્યાસ સંશોધનોનાં તારણો પરિણામો જાહેર થયા હતાં. આમાં ગર્ભમાં ઉછરતાં શિશુઓ તેમની માતાના શાબ્દિક સંકેતો, વાતો, પ્રેમ, ગુસ્સો, નફરત, ઇતિહાસ, ભૂગોળ, ગણિત, સંગીત અને વિજ્ઞાન જેવા રસપ્રદ માહિતી જાણી તથા સમજી શકે છે. આ સિવાય તેમણે તેમના જન્મ પછી પેલી તમામ વાતો માહિતીની અસ૨ થઈ હતી કે કેમ તેના પર સંશોધન કર્યું. પરિણામ ઘણું ઉત્સાહજનક આવ્યું. ઉત્તરઆયર્લેંડના બેલફાસ્ટની ધ ક્વીન્સ યુનિવર્સિટીના પી. જી હેપ૨ ફીટલ બીહેવીયર રિસર્ચ સેન્ટરમાં થયેલા રસપ્રદ સંશોધનમાં જાણવામાં આવ્યું કે માનવ જીવનમાં સ્મૃતિ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. પરિવારની વ્યક્તિઓને, આજુબાજુની વસ્તુઓને, ભૂતકાળની ઘટનાઓને, વર્તમાનની વાતોને યાદ રાખવા માટે માનવીને સ્મૃતિનો સહારો લેવો પડે છે. હજી સુધી એવું મનાતું હતું કે નવજાત શિશુમાં સ્મૃતિનો વ્યવસ્થિત રીતે વિકાસ થયો હોતો નથી, પણ તાજેતરમાં થયેલા સંશોધન મુજબ માતાના ઉદરમાં ઉછરી રહેલા શિશુમાં એ તાજા જન્મેલાં નવજાત બાળકમાં સ્મૃતિનો વ્યવસ્થિત વિકાસ થયો હોય છે. સાથોસાથ તે તેની માતાની ભાષા, શબ્દપ્રયોગો, જુદા જુદા અવાજ તેની માત્રા સંગીત પારખી શકે છે. સાથો સાથ, માતાના ઉદરમાં પાંગરી રહેલા ૩૦ થી ૩૨ અઠવાડિયાના બાળકમાં શીખવાની અને યાદ રાખવાની અદ્ભૂત શક્તિની પણ વિકાસ થાય છે. હવે પ્રશ્ન એ થાય કે ગર્ભમાં રહેલ બાળકમાં સ્મૃતિની વિકાસ થાય કેવી રીતે અને જો વિકાસ થાય તો તેનો ઉપયોગ કેવી રીતે કરે ? on International For Personal & Private Use Only www.jainelibrary.org ૧૨૨ સંસ્કાર ગ્રાક્તિ

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172