Book Title: Sanskar Shakti
Author(s): Sanskar Shakti Garbh Sanskaran Kendra
Publisher: Sanskar Shakti Garbh Sanskaran Kendra

View full book text
Previous | Next

Page 151
________________ પ્રભુની આંગી કરી ઘણી ખુશી થઈ. મારા પતિ દિનેશને સાંજના મેં ખાસ દર્શન કરવા મોકલ્યા. તમે મેં બનાવેલ પ્રભુની આંગીના દર્શન કરો. પ્રફુલ્લાઆંટી પાસે ઘણી આંગી શીખવા મળી. મારા પતિ દિનેશ એમનો પણ એટલો સહકાર છે, બધાં કામમાં help કરે બધી વાતમાં Support કરે. મૂળ ન હોય તો હસાવે જાણે મારો મોટો આધાર સ્થંભ. ડૉ. અભયભાઈએ મને યોગ - ટીચર મોકલાવ્યા. રોજ સવારે ૬.૩૦ મંજુલાબેન મને યોગા શીખવાડવા આવે. એમનો સ્વભાવ એટલો સરસ અને એકદમ હસમુખા અને એમનો અવાજ તો એટલો મીઠો જ્યારે પ્રાર્થના ગાય ત્યારે જાણે સાંભળ્યા જ કરે. તેમણે શીખવાડેલ પ્રાણાયામ અને આસનથી મને ઘણો જ ફરક પડ્યો. અંદર ગર્ભની movenment પણ વધી ગઈ. જે પહેલા બે વખત તો મને ખબર જ નથી પડી, જાણે મારી સાથે અંદર એ પણ active થઈ ગયું. ૧ મહિનામાં એમની સાથે યોગા કરવાની મજા આવી. પંચ પરમેષ્ઠીની મુદ્રા, જુદા જુદા રોગો માટે હાથની મુદ્રા બહુ જ સરસ છે. | ત્યાર બાદ ૧ મહિનો રોજ કબૂતરની ચણ રાખવા નીચે ઊતરું. બપોરે ગાયને રોટલી રાખું ને હમણા આઠમે મહિને છેલ્લા દિવસોમાં કાગડાને પણ રોટલી રાખવાની શરૂ કરી છે. પ્રક્ષાલ બને ત્યાં સુધી રોજ કરતી હતી.તેમની ભાવપૂજા રોજ કરું. સાતમા મહિનાની શરૂઆતથી સ્નાત્ર પૂજા ભણાવવી હતી, પણ એમને એમ, કોઈને કોઈ કારણસર દિવસો વીતતા ગયા. છેક સાતમા મહિનામાં છેલ્લા દિવસે સ્નાત્ર પૂજા કરાવવાનો મોકો આવ્યો. પહેલી વાર મેં અને મારા પતિએ સાથે શાંતિ કળશને આરતી મંગળદીવો કર્યો. આઠમા મહિનામાં પાર્શ્વનાથ પ્રભુનો જાપ, પ્રક્ષાલ તો ક્યારેક જ મળ્યું, રોજ ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુને વંદન, તેમની ભાવ પૂજા કરું છું. આઠમા મહિનામાં ૧૪ ફેબ્રુઆરી ચાલો પાઠશાળા જઈએ ની પરીક્ષા આપી. અંતમાં ઓપન બુક exam ની પણ તૈયારી કરી. સૌ ZiZ-SIZ eilsa Jain Education International For Personal & Private Use Only www ૧૩૮

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172