Book Title: Sanskar Shakti
Author(s): Sanskar Shakti Garbh Sanskaran Kendra
Publisher: Sanskar Shakti Garbh Sanskaran Kendra

View full book text
Previous | Next

Page 150
________________ | બસ આટલું જ કહેવાનું - બોલવાનું અને એમાં જ બધું આવી ગયું, કેટલું સરસ ને?તેમણે રત્નત્રયી ઉપાસના બુક આપી. એમાંથી રોજ અનાનુપુર્વ ગણવાનું શરૂ કર્યું. મારાથી નવકારવાળી નથી ગણાતી, પણ આ કરવાની મજા આવી, મારો રોજ નિત્યક્રમ થઈ ગયો. - ડૉ. અભયભાઈએ વર્ધમાન શક્રસ્તવ આપ્યું. એ વાંચુ છું તો એમ જ થાય કે ભગવાન આવા છે, આ ગુણ છે. આમાંથી થોડાક ગુણ પણ જો મારામાં, મારા સંતાનોમાં આવી જાય તો ભવ તરી જઈએ. ગર્ભવસ્થાનો ૬ઠ્ઠા મહિનો એટલે જ્ઞાનનો. બાળકના મગજના કોષોને develop થાય એટલે અભયભાઈ મને સરસ્વતી માતા અને ગોતમસ્વામીના મંત્રોનું જાપ કરવા કહ્યું. જે મેં પ.કુલબોધિ મ.સા. પાસે ગ્રહણ કર્યા ને શક્રસ્તવ પણ તેમની પાસે જ મંડાવ્યું.પં.કુલબોધિ મ.સા. પોષી દશમ કરાવવા આવ્યા હતા. તેમના વ્યાખ્યાન સાંભળ્યા. એમાં સાહેબજીએ બહુ સરસ કહ્યું કે બીજાની વસ્તુ કરતાં પોતાની પાસે જે છે, જે મળ્યું છે એને જ પ્રેમ કરો એને જ વધાવી લો તો જ સમતા ભાવ આવશે અને જીવનની આધિ, વ્યાધિ અને ઉપાધિનું નિરાકરણ થઈ જશે. આ પહેલાં પણ પાર્લા મમ્મીના ઘરે ગઈ હતી ત્યારે મ.સા.નું વ્યાખ્યાન સાંભળ્યું હતું. topic જ બહુ સરસ હતો. રાવણ જેવા બનતા શીખો. આમ તો જૈનેતરના હિસાબે રાવણને રાક્ષસ કહેવાય, પણ જૈન ધર્મના હિસાબે રાવણનું ચારિત્ર સાંભળી અહોભાવ થાય. આમ તો હું ગુસ્સાવાળી છું જ,એ મહિનામાં તો બહુ જ ગુસ્સો થયો. જાણું છું કે નથી સારું પણ control જ ન થાય. ધ્રુવ પર ગુસ્સો કરું, પતિ પર, સાસુ પર પોતાની જાત પર બધા પર ગુસ્સો આવ્યા જ કરે.પણ ખબર નહિ સાતમા મહિનામાં મને શાંતિનાથ પ્રભુનો જાપ કરવાનું કહેવામાં આવ્યું,ધીમે ધીમે ક્રોધ પર કાબુ મેળવ્યો.બાર વાગે પૂજા કરવા જાઉં, અષ્ટપ્રકારી પૂજા કરવાની, આંગી હોય તો આંગી કરાવવામાં મદદ, કાજો કાઢવાની ખૂબ મજા આવતી, પણ પછી તો બધા મને કાજો કાઢવાની ના પાડતા એટલે ૨-૩ વાર એકલી જાતે વીર મામ શાળા Dato: nternational For Personal & Private Use Only ૧૩૭ www.jainen raky Is ( ii ) KAVA

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172