Book Title: Sanskar Shakti
Author(s): Sanskar Shakti Garbh Sanskaran Kendra
Publisher: Sanskar Shakti Garbh Sanskaran Kendra

View full book text
Previous | Next

Page 148
________________ બધામાં સૌથી મોટો અફસોસ એ રહી ગયો. જે જાયું જે વાંચ્યું તે ક્યાંય બુકમાં લખ્યું નહીં, જેથી ક્યારે મન થાય તો યાદ કરી શકું અને હમણાં તો એવું લાગે છે ઘણું બધુ ભુલાઈ ગયું બહુ જ અફસોસ થાય છે. મારી એક સહેલી પણ Pregnant હતી. તેની સાથે વાત થઈ. મને ઘણું બધું જાણવા મળ્યું જાણે કે એક નવો માર્ગ મળ્યો. તેણે મને એક પ્રાર્થના આપી અને પ્રાર્થના એટલી હૃદયસ્પર્શી છે કે આ દિવસો દરમિયાન સમતા ભાવ ને સમાધિ આવવા માટે તેનું રટણ કરતી રહી. મારામાં ઘણો જ ફરક આવી ગયો. સહન કરવાની શક્તિ થોડીક વધી. ભગવાનની સાથે વાતો, મારા ગર્ભમાં રહેલા બાળક સાથે વાતો કરવાનું શરૂ કર્યું. કોઈકે મને હાલરડું રોજ બોલવા કહ્યું. મને ગમતું એક જુદું હાલરડું (પ્રભુ વીરનું જ પણ રોજ ગાવાનું શરૂ કર્યું. એમાં એક લાઈન આવે છે કે, ઘંટ લઈ ત્રિશલા વજડાવે, જોઈ જોઈને કુળ ઠમકે.' એક વાર તો હું આ લાઈન ગાતી હતી અને સાથે એવું જ લાગ્યું કે મારો ગર્ભ પણ તે સાંભળી ઠુમકે છે. નવેમ્બર મહિનામાં આ. શ્રી વિ.રાજહંસસૂરીશ્વરજી મ.સા.નું મલાડમાં આગમન થયું તેમણે વ્યાખ્યાનમાં ગર્ભસંસ્કાર કેન્દ્રનું કહ્યું હતું. કોઈ સજ્જન પાસેથી જાણવા મળ્યું કે તું પણ જજે. મ.સા.મારા કાકાજીની ત્યાં પગલા કરવા આવ્યા ત્યારે મેં તેમને પૂછયું. ત્યાંથી સરનામું મળ્યું ગર્ભસંસ્કાર કેન્દ્ર જતાં જતાં નવેમ્બર નીકળી ગયો ડિસેમ્બર મહિનામાં જવાનું થયું. | દરમિયાન મારા પાઠશાળાના બેને મને કલ્પસૂત્રની પોથી વાંચન માટે આપી. ઘણાં વ્યાખ્યાનો કલ્પસૂત્રના ન સાંભળ્યા હતા અને ઘણું તો પહેલા એમ થતું કે ઘણીવાર વ્યાખ્યાન સાંભળ્યા છે. શ્રાવકના ૧૧ 22-se national For Personal & Private Use Only ZVU ૧૩૫ www.jainen laual

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172