Book Title: Sanskar Shakti
Author(s): Sanskar Shakti Garbh Sanskaran Kendra
Publisher: Sanskar Shakti Garbh Sanskaran Kendra

View full book text
Previous | Next

Page 147
________________ હું રોજ કરું. ત્યારથી બને ત્યાં સુધી રોજ અષ્ટપ્રકારી પૂજા કરતી હતી. એક દિવસ ઘરે પૂજારીજી આવ્યા તો તેમને મેં કહ્યું કે મારે પ્રભુની આંગી શીખવી છે. તો તેમણે હા પાડી.ત્યારથી આંગી કરતી થઇ. પર્યુષણના દિવસો આવ્યા. રોજ બે ટાઈમ પ્રતિક્રમણ, પછી પૂજા. ત્રણ-ચાર દિવસ અષ્ટપ્રકારી પૂજા પણ કરી, રોજ વ્યાખ્યાન સાંભળવા જતી, મ.સા. એક એક વસ્તુનું શબ્દનું અર્થ વિસ્તારથી સમજાવતા હતા. પહેલા દીકરા વખતે પૂ.મહાબોધિ મ.સા.નું કલ્પસૂત્ર વાંચન સાંભળવાની બહુ મજા આવી હતી. તેમાં પણ વીર પ્રભુના નિર્વાણ બાદ ગોતમસ્વામીનું કરુણ રૂદન રૂંવાટા ઊભા કરી દે, જાણે ગોતમસ્વામી મારી સમક્ષ જ એવું તાદ્દશ વર્ણન કર્યું હતું. એક એક ગણધરોના મનના સંશયનું એમણે પોતાના ઉદાહરણ સાથે જે સમજણ આપી તે બહુ જ સરસ હતું. પૂજારીજી ક્યારેક ભગવાનના અંગ લૂછણા કરવા કહે તો ક્યારેક પાટલુંછણા કરવા કહે, એ કરતી વખતે મહાવીર સ્વામીને જ્યારે અંગલૂછણા કરતી ત્યારે મારા મનના ભાવો એકદમ ઉત્કૃષ્ટ સ્થિતિએ પહોંચી જતા હતાં. અષ્ટપ્રકારી પૂજામાં પણ જે લોકો મારી સાથે શ્રી મુનિસુવ્રત સ્વામી, શ્રી સંભવનાથ, શ્રી પાર્શ્વનાથ ભગવાનનો અભિષેક કરવા આવતા તો અમને લાગતું કે અમે બધા ઇંદ્રો છીએ અને મેરુપર્વત પ્રભુનો અભિષેક કરી જન્મ કલ્યાણક ઉજવી રહ્યા છીએ. દરમિયાન મારા બેને મને મહાવીર સ્વામીના ૨૭ ભવની પુસ્તક આપી. તે વાંચી તો જાણ્યું કે પ્રભુએ કેટલા કષ્ટો સહન કર્યા. મરીચિના ભવનો મદ, છેલ્લા ભવ સુધી નડ્યો. છેલ્લા ભવમાં સૌથી વધારે ઉપસર્ગ સહન કર્યા. તો પણ પ્રભુની સમતા ભાવ જોઈને કરૂણા ભાવ જોઈ હું જાણે પ્રભુની વધારે નજીક થઈ ગઈ એવું લાગ્યું. પછી બેને ૬૩ શલાકા પુરુષ પુસ્તક આપ્યું. એમાં તો ઘણું જ જાણવા મળ્યું જેમ કે ચક્રવર્તી, બળદેવ ઇત્યાદિ જૈન શાસનમાં થયેલા ગુણવાન શ્રમણ ભગવંત, ઉત્તમ શ્રાવક, શ્રાવિકાઓ ઇત્યાદિ પણ આ Education International For Personal & Private Use Only ww ૧૩૪ Iદ રક્તસ

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172