Book Title: Sanskar Shakti
Author(s): Sanskar Shakti Garbh Sanskaran Kendra
Publisher: Sanskar Shakti Garbh Sanskaran Kendra

View full book text
Previous | Next

Page 134
________________ શકે.આમ વિચારી તેઓ પોતાના ગુરૂભાઇના ચરણોમાં નમી પડે છે અને પ્રેમપૂર્વક ભેટે છે. સમગ્ર પ્રજા આ પ્રસંગ ને વધાવી લે છે.હવે તાનસેન બૈજુને વિનંતી કરે છે કે કૃપા કરીને મને એ જણાવો કે આ રાગ કયો હતો? બૈજુ પ્રેમ પૂર્વક તાનસેનને કહે છે કે આ બીજો કોઇ રાગ નહી પણ સર્વરાગોમાં પ્રથમ, સર્વ રાગોનો શિરોમણિ, સર્વને પ્રિય,સર્વ જનને પ્રશંસનીય,સર્વલોકમાં પ્રસિદ્ધ એવો આ માલકૌંસ રાગ છે. આ સાથે બધા જ બેજુ તથા તાનસેનનો જય જયકાર બોલાવે છે. વાચક મિત્રો,તમને જાણીને આશ્ચર્ય થશે કે તીર્થંકર પરમાત્મા - સમવસરણમાં દેશના માલકૌંસ રાગમાં જ આપે છે.જો એક રાગથી જડ એવો પથ્થર પણ પીગળી શકે તો ચેતન એવા આપણા કર્મો પરમાત્મા દ્વારા તુટે તેમાં શું નવાઇ? અર્થાત અવશ્યથી તુટે જ છે. તેથી જ અમે અમારા પ્રતિભાગીઓને નવકારમંત્રની નવરાગની સી.ડી આપીએ છીએ જેથી માતા અને બાળક આ બન્ને પર આની અવર્ણનીય અસર થાય છે. આસવરી રાગમાં સાતે સાત સૂરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધા જ સૂરો પ્રાણી તથા પક્ષીઓના ધ્વનિમાંથી લેવામાં આવ્યું છે. રાગોનું દિવસના જે વિવિધ પ્રહરો પડે છે તેનાથી જોડાયેલું છે તેથી દિવસ આખામાં ક્યારે અને કયો રાગ સાંભળવો તે પણ જાણવું જરૂરી છે. આખા દિવસમાં અમુક ભાગમાં અમુક ભાવો વિશેષ હોય છે જેની સીધી અસર મન સાથે હોય છે. આમ સંગીત ચિકિત્સા વહેલી સવારે, સાંજે અથવા રાત્રે ગોઠવવી. ૧ કલાકથી વધુ સંગીત વગાડવું નહીં. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં એવું વૈશિસ્ય છે કે રાગોને નક્કી કરેલા સમયે જો વગાડવામાં આવે તો તે રાગની અસર ચરમસીમા પર હોય છે. અમુક રાગ સવારે અસર કરે તો કોઈક સાંજે, તો કોઈક રાત્રીએ આપણા શરીરમાં દિવસના ભાગો પ્રમાણે ફેરફાર થતા હોય છે તે જ પ્રમાણે મનમાં પણ ફેરફાર થતા હોય છે. જો તે પ્રમાણે રાગો, qણ કરવામાં આવે - ત્ત - ધિનાશક બની Hઝle LLLLLLLLL TITUT ના International For Personal & Private Use Only www.jaine ૧૨૧.

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172