________________
વીર્ય કેવી રીતે બને છે?
વીર્ય શરીરની ખૂબ જ મૂલ્યવાન ધાતુ છે. ભોજનમાંથી વીર્ય બનવાની પ્રક્રિયા ખૂબ લાંબી છે. શ્રી સુશ્રુતાચાર્યે લખ્યું છે :
रसाद्रक्तं ततो मांसं मांसान्मेदः प्रजायते।
मेदस्यास्थिः ततो मज्जा मज्जाया: शुक्र संभवः।। ભોજન પચે છે એમાંથી પહેલાં રસ બને છે. પાંચ દિવસ સુધી પાચન થતાં એમાંથી લોહી બને છે. પાંચ દિવસ પછી લોહીમાંથી માંસ, એમાંથી પાંચ પાંચ દિવસો બાદ મેદ, મેદમાંથી હાડકાં, હાડકાંમાંથી મજ્જા અને છેવટે મજ્જામાંથી વીર્ય બને છે. સ્ત્રીમાં આ ધાતુ બને છે એને “રજ' કહે છે. આ પ્રમાણે વીર્ય બનતાં આશરે ૩૦ દિવસ અને ૪ કલાક જેટલો સમય લાગે છે.
આકર્ષક વ્યક્તિત્વનું કારણ
વીર્યના સંયમથી શરીરમાં એક અદ્ભુત આકર્ષણશક્તિ ઉત્પન્ન થાય છે. એને પ્રાચીન વૈદ્ય ધવંતરિએ “ઓજ' નામ આપ્યું છે. જ્યાં જ્યાં પણ કોઈ વ્યક્તિના જીવનમાં કંઈક વિશેષતા, ચહેરા પર તેજ, વાણીમાં બળ, કાર્યમાં ઉત્સાહ દેખાય ત્યાં સમજી જવું કે એ બધો વીર્યરક્ષણનો જ ચમત્કાર છે.
એક માળીની વાત
એક માળીએ પોતાનાં તન, મન, ધન લગાડી કેટલાય દિવસો સુધી પરિશ્રમ કરીને એક સુંદર બગીચો બનાવ્યો. એમાં ભાતભાતનાં રંગબેરંગી મધુર સુગંધીદાર ફુલો ખીલ્યાં. એ ફૂલોમાંથી એણે ઉત્તમ અત્તર તૈયાર કર્યું. પછી એણે શું કર્યું જાણો છો? એ અત્તરને એણે એક ગંદી ગટરમાં ફેંકી દીધું. અરે ! કેટલાય દિવસોના પરિશ્રમથી તૈયાર થયેલ અત્તરને, જેની સુગંધથી પોતાનું ઘર મહેકી ઊઠવાનું હતું એણે ગંદી ગટરમાં નાખી દીધું!
તમે કહેશો ‘એ માળી મૂર્ખ હતો, ગાંડો હતો...” પરંતુ પોતાની અંદર જરા ડોકિયું કરો. એ માળીને બીજે ક્યાંય શોધવાની જરૂર નથી. આપણામાંના
DELE LIFE
Jain Education international
For Personal & Private Use Only
WWW.
30