________________
પ્રભુ,
મારા પુત્રનું હૃદય સ્વચ્છ અને નિર્મળ હજો,
એનો ઉદ્દેશ મહાન હજો,
બીજાઓ પર પ્રભુત્વ મેળવવાની આકાંક્ષા જાગે
એ પહેલા એ પોતાના પર કાબૂ મેળવે,
એ દિલ ખોલીને હસતા શીખે
અને એની આંખો ક્યારેક આંસુથી સજળ પણ બને
એની દૃષ્ટિ ભવિષ્યની ઝાંખી કરી શકે
અને વીતેલા સમયને પણ જોઈ શકે
મારી અંતિમ પ્રાર્થના એ છે ઈશ્વર!
એને થોડી વિનોદવૃત્તિ પણ આપજો
જેથી એ હંમેશ ગંભીર બની રહે,
પોતાની જાત તરફ અનુદાર ન બને;
એને વિવેકી બનાવજો જેથી એ સાચી સરળતાની
મહત્તાને અને બુદ્ધિમત્તાના ઔદાર્યને જાણી શકે.
HTણ શકિત
લેખકઃ પ.પૂ આચાર્ય શ્રીમદ્ વિજય રાજહંસસૂરીશ્વરજી મ.સા
Se
on International
For Personal & Private Use Only
w