________________
આરોગ્ય સારૂ હશે તો ઉપરની ચારે વસ્તુ નું સેવન બરાબર રીતે કરી શકશો અને ઉપરની ચારે વસ્તુ નું સેવન વ્યવસ્તિ ક૨શો તો આરોગ્ય ઉત્તમ રહેશે.
न जातु कामः कामानामुपभोगेन शाम्यति । हविषा कृष्णवर्त्मव भूय एवाभिवर्धते ।।
FIRS
સ્થિત વિષયોની કામના એના ઉપભોગથી ક્યારેય શાંત નથી થતી. ઊલટું, ઘીની આહુતિથી અગ્નિની જેમ એ વધુને વધુ વધતી જ જાય છે. આ પૃથ્વી ૫૨ જેટલાં પણ ધાન્ય, જવ, સ્વર્ણ, પશુઓ અને સ્ત્રીઓ છે એ બધાં એક મનુષ્ય માટે પણ પર્યાપ્ત નથી. આથી તૃષ્ણાનો ત્યાગ કરવો જોઈએ. દુર્મતિવાળા લોકો માટે જેનો ત્યાગ કરવો અત્યંત મુશ્કેલ છે, જે મનુષ્ય ઘરડો થવા છતાં ઘરડો નથી થતો, જે એક પ્રાણાંતક રોગ છે એ તૃષ્ણા ત્યાગનાર પુરુષને જ સુખ મળે છે.
(મહાભારત : આદિપર્વણિ સંભવપર્વ : ૮૫.૧૨-૧૪)
आयुस्तेजो बलं वीर्यं प्रज्ञा श्रीश्च महद्यश: । पुण्यं च प्रीतिमत्वं च हन्यतेऽब्रह्मचर्यया ।।
‘આયુષ્ય, તેજ, બળ, વીર્ય, બુદ્ધિ, લક્ષ્મી, કીર્તિ, યશ, પુણ્ય અને પ્રીતિઆ બધું બ્રહ્મચર્યનું પાલન ન કરવાથી નષ્ટ થઈ જાય છે.’
બ્રહ્મચર્યનો તાત્ત્વિક અર્થ
‘બ્રહ્મચર્ય’ શબ્દ ખૂબ ચિત્તાકર્ષક અને પવિત્ર શબ્દ છે. એનો સ્થૂળ અર્થ તો એ જ પ્રસિદ્ધ છે કે : જેણે લગ્ન નથી કર્યાં, જે કામોપભોગ નથી કરતો, જે સ્ત્રીઓથી દૂર રહે છે વગેરે વગેરે, પરંતુ આ અર્થ ઘણો સીમિત છે. આ અર્થમાં માત્ર વીર્યરક્ષણ જ બ્રહ્મચર્ય છે, પરંતુ ધ્યાન રાખવું કે કેવળ વીર્યરક્ષણ માત્ર સાધના છે, ધ્યેયસિદ્ધિ નથી. મનુષ્ય જીવનનું લક્ષ્ય છે પોતાની જાતને ઓળખવી અર્થાત્ આત્મસાક્ષાત્કાર કરવો. જેઓ આત્મસાક્ષાત્કાર કરી લે છે તેઓ જીવન્મુક્ત થઈ જાય છે.બ્રહ્મ એટલે પરમાત્મા એમાં જ રહેવું,એમાં જ ફરવું તે બ્રહ્મચર્ય.
બ્રહ્મચર્ય માટે આવશ્યક આહાર - વિહાર
ભોજન હળવું અને સુપાચ્ય હોવું જોઈએ. વધારે પડતું ગરમ અને વધારે સમય પછી પચનારૂં ભારે ભોજન રોગ પેદા કરે છે. વધારે પડતું રાંધેલું, તેલમાં તળેલું, તમતમતા મસાલાવાળું, તીખું, ખાટું, ચટાકેદાર ભોજન
International
For Personal & Private Use Only
쌀]ᅵᄅ 리튬라고
www.jainelibrary.org 32