Book Title: Sankhyatmaka Kosh Author(s): Mrugendravijay Publisher: Shrutratnakar Ahmedabad View full book textPage 7
________________ મરાઠીમાં અને ત્યાર બાદ તેના જ અનુવાદરૂપે ગુજરાતીમાં આવો ગ્રંથ પ્રકાશિત થયો છે. જૈન પરંપરાના પદાર્થો જાણવા સમજવા માટે મુનિશ્રી મૃગેન્દ્રવિજયજીએ આ ગ્રંથ દ્વારા સુંદર પ્રયાસ કર્યો છે. તે માટે તેમની આ પ્રવૃત્તિ પ્રસંશનીય છે. પ્રસ્તુત ગ્રંથમાં મુનિશ્રીએ એકથી લઈને 1000ની સંખ્યા સુધીના પદાર્થોને સમાવ્યા છે. તેમાં ઘણા બધા નવા પદાર્થોનો સંગ્રહ થયો છે. જિજ્ઞાસુઓને ઉપયોગી થાય તેવા ઉદ્દેશથી ઘણી જગ્યાએ શબ્દોના અર્થો પણ આપ્યા છે. જૈન પરંપરામાં આ પ્રકારનો પ્રથમ કોશ છે. તેથી કેટલાંક જૈન ધર્મને ન સ્પર્શતા સંખ્યાવાચક શબ્દોનો સમાવેશ કર્યો છે, તેની પાછળ મુનિશ્રીનો આશય જિજ્ઞાસુઓને લાભાન્વિત કરવાનો જ હશે. ભવિષ્યમાં કોઈ આ જ પ્રકારના સમૃદ્ધ કોશની રચના કરશે તો તેને આ કોશ સહાયક બનશે. શ્રતરત્નાકર ટ્રસ્ટ દ્વારા નવાનવા ગ્રંથો પ્રગટ કરવાનો અને શોધસંશોધનમાં ઉપયોગી ગ્રંથોનું પ્રકાશન કરવાનો ઉપક્રમ રહ્યો છે. આથી ટ્રસ્ટ દ્વારા પ્રસ્તુત ગ્રંથનું પ્રકાશન કરવામાં આવી રહ્યું છે. પૂ. સાધ્વીશ્રી ચંદનબાળાશ્રીજીએ પ્રવચનમાં સહયોગ કરી અમારા ઉપર મહતી કૃપા કરી છે. તે ઉપરાંત ગ્રંથ પ્રકાશનના કાર્યમાં સહયોગ કરનાર સર્વેનો હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. ૨૦૦૬માં અષ્ટાપદની શોધ માટે એક ટુકડીની રચના કરવામાં આવી હતી. આ ટુકડીમાં વૈજ્ઞાનિકો, ઇતિહાસવિદો, સાહિત્યકારો અને કેટલાંક જિજ્ઞાસુઓ મળીને કુલ ૧૨ જેટલાનો સમૂહ હતો. જુદાં જુદાં દૃષ્ટિકોણથી અષ્ટાપદની શોધનો ઉપક્રમ હતો તે સમયે મુનિશ્રી પણ આ ટુકડીમાં સામેલ હતા. અમે સહુ લગભગ એક મહિના સુધી સાથે રહ્યા તેમની સાથે શાસ્ત્રચર્ચા પણ થતી અને અમારી વચ્ચે જ્ઞાનમૈત્રી શરૂ થઈ. થોડા વખત પહેલાં એક દિવસ મુનિશ્રીનો પત્ર આવ્યો અને આ ગ્રંથ અંગેની વાત કરી. કેટલાક સમયથી કોઈક પ્રકાશન સંસ્થામાં પ્રકાશનની રાહ જોતો આ ગ્રંથ અટવાયો હતો. તેઓશ્રીએ મને આ ગ્રંથ પ્રકાશિત કરવાની વાત આગ્રહપૂર્વક કરી. મેં પ્રેસકોપી જોયા પછી નિર્ણય લઈ શકાય તેમ જણાવ્યું પરંતુ મુનિશ્રીએ તો એ વાતને લક્ષ્યમાં લીધા વગર જ પ્રેસકોપી મોકલી આપી અને કોઈપણ જાતની આનાકાની કર્યા વગર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 126