________________
૧ : શંકાથી સર્જાતી અનર્થની પરંપરા ! - 41
૧૭
અપહાર કરીને, શ્રી અરિહંત પરમાત્માના મતમાં સન્મતિને વિસ્તારો; કે જેના યોગે સદાને માટે આનંદને આપનારી ત્રણે લોકની લક્ષ્મી શીઘ્રતાથી તમારો આશ્રય કરે.”
587
આ કથાનક ઉ૫૨થી પુણ્યશાળી આત્માઓ સહેલાઈથી સમજી શકે તેમ છે, ૫૨મ વીતરાગ શ્રી અરિહંત પરમાત્માએ પ્રરૂપેલી એક પણ વાતમાં શંકા કરવી, એ પોતાના જ હાથે પોતાના આત્માની કતલ કરવા બરાબર છે. આથી જે આત્માઓ પોતાના આત્માનું શાશ્વત હિત કરવા ઇચ્છતા હોય, તે આત્માઓએ પ્રથમ તો ગમે તેવી દશામાં અને ગમે તેવા પ્રસંગમાં પણ, પ્રભુવચનમાં શંકા કરવી જોઈએ નહિ અને કદાચ મતિમંદતા આદિ જે જે કારણો અનંતજ્ઞાનીઓએ દર્શાવ્યાં છે, તે તે કારણો દ્વારા શંકા થઈ જાય, તો તેણે પરમોપકારી પરમર્ષિઓના વચનનો વિચાર કરવો કે
૧“જે કારણથી વિશ્વમાં શ્રેષ્ઠ એવા શ્રી જિનેશ્વરદેવો વગર ઉપકાર કર્યો પર આત્માઓનો અનુગ્રહ કરવામાં પરાયણ છે અને રાગ, દ્વેષ અને મોહને જીતનાર છે, તે કારણથી અન્યથાવાદી એટલે અસત્ય બોલનારા હોતા નથી.”
આ કથનને હૃદયપટ ઉપર કોતરી લઈ, તે શંકાને મૂલમાંથી જ નષ્ટ કરવાના અવિરતપણે અખંડિત પ્રયત્નો કરવા જોઈએ. એ પ્રયત્નો દ્વારા શંકાનો નિર્મૂલ નાશ કરી, અનંતજ્ઞાની શ્રી અરિહંત પરમાત્માઓએ ઉપદેશેલા ‘સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર' રૂપ મોક્ષમાર્ગની જ એક આરાધનામાં રક્ત થઈ જવું જોઈએ અને તે દ્વારા આ લોક તથા પરલોકને સુધારી, મોક્ષસુખને સ્વાધીન બનાવી લેવું જોઈએ; એમાં જ જૈનત્વ છે અને એમાં જ પ્રભુશાસનનું સંઘત્વ છે.
આ રીતે શ્રીસંઘરૂપ સુરગિરિની સમ્યગ્દર્શન રૂપ શ્રેષ્ઠ વજ્રરત્નમયી જે પીઠ, તેમાં ભયંકર પોલાણ ક૨ના૨ જે ‘શંકા’ રૂપી પહેલો અને ભયાનક દોષ, તેની ઉપર આપણે અત્યાર સુધીમાં વિવેચન કરી આવ્યા. હવે બીજો દોષ જે ‘કાંક્ષા’ તેનું સ્વરૂપ શું છે ? એ વગેરે હવે પછી
૧. ‘ગળુવજ્યપરાળુ દ્દ-પરાવળા નં નિળા નાખવરા | जियरागदोसमोहा य, नन्नहा वाइणो तेणं ।।१।।”