________________
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨
–
576
કહ્યું છે કે –
પ્રિયાનું દર્શન જ હો ! અન્ય દર્શાનાન્સરોનું પ્રયોજન પણ શું છે? કારણ કે, જે પ્રિયાદર્શનના પ્રતાપે રાગવાળા ચિત્ત કરીને પણ નિર્વાણ પમાય છે; અર્થાત્ પ્રિયદર્શન એ જ સાચું અને સ્વીકાર્ય દર્શન છે, અન્ય દર્શનોનું કંઈ જ કામ નથી.”
ભાગ્યવાનો ! વિચારો કે, એક નહિ જેવી આશંકાના યોગે એક સમર્થ આચાર્ય મહારાજાના આત્મામાં કેવું ભયંકર પરિવર્તન થઈ ગયું ? જે મહર્ષિ પ્રભુશાસનની શ્રદ્ધાના યોગે અનેક આત્માઓના તારક બન્યા, તે જ મહર્ષિ એ પરમતારકના શાસનમાં શંકા થવાને કારણે પોતાના આત્માની રક્ષા માટે પણ અસમર્થ બની ગયા !અને એક ભયંકરમાં ભયંકર નાસ્તિકના જે વિચારો, તે વિચારોના ઉપાસક બની ગયા ! એટલું જ નહિ. પણ એ વિચારને આધીન થઈ ગયેલા એ આચાર્ય મહારાજા એ દુર્વાસનાને વશ થઈને પોતાના સાધુગણને સૂતો મૂકીને રાતના જ ચાલી નીકળ્યા ! ખરેખર, પ્રભુશાસનમાં શંકા થવાના યોગે થઈ જતી વિમૂઢતા ભયંકર જ હોય છે ! પ્રતિબોધના ઉપાયો :
અનેક આત્માઓના ઉદ્ધારક અને અનંતજ્ઞાની શ્રી વીતરાગ પરમાત્માના શાસનના અનુપમ આરાધક આત્માઓને બચાવનાર પ્રાયઃ કોઈ ને કોઈ મળી જ રહે છે; એ જ ન્યાયે પોતાના ગુરુદેવ શ્રદ્ધાભ્રષ્ટ થઈને રવાના થયા, એ જ અરસામાં આચાર્ય મહારાજાનો અતિશય માનીતો જે લઘુશિષ્ય કાળધર્મને પામીને દેવગતિ પામ્યો હતો, તેણે પોતાના અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને એ અવધિજ્ઞાન દ્વારા પોતાના ગુરુને માર્ગમાં વ્રતોના ત્યાગી તરીકે જોયા.
પરમ ઉપકારી ગુરુદેવના ઉપકારના પ્રત્યુપકારનો આ સમય છે” એમ જાણીને તેણે એકદમ માર્ગમાં એક ગામ વિકવ્યું; એટલે દેવમાયાથી એક ગામ બનાવ્યું, અને એ ગામની પાસે એક અતિશય મનોહર નાટક આરળ્યું; એ નાટકને જોવામાં ઉત્સુક બનેલા આચાર્ય સ્થિર ચિત્તવાળા થઈને એક પગે ઊભા રહ્યા અને દેવતાઈ પ્રભાવથી સુધા અને તૃષાને પણ ન જાણનારા તે આચાર્યે નાટકને જોવામાં છ મહિના વીતાવી દીધા, અર્થાત્ દિવ્ય પ્રભાવથી નાટકને જોવામાં છ મહિના વીતી ગયા, તેની પણ એ પતિત થયેલા આચાર્યને ખબર રહી નહિ. આ પછી દેવતાએ નાટક બંધ કરી દીધું, એટલે તેના ગુરુ આગળ ચાલ્યા.
૧. “પ્રવાહનમેવારૂ, કિમજોનારે ? પ્રાણ વેન નિર્વા, સરોજ ચેતક્ષા IT"