Book Title: Samvegrati
Author(s): Prashamrativijay, Kamleshkumar Jain
Publisher: Kashi Hindu Vishwavidyalaya

View full book text
Previous | Next

Page 15
________________ (5) રચનાનું કામ ખૂબ જ સુંદર અને આદરણીય બન્યું છે. પ્રસંગ સારા ઉપસાવ્યા છે. શ્રીમાણિભદ્રયક્ષરાજનાં પૂર્વજીવનનો અને તત્કાલીન શ્રમણસંઘની વિકટ પરિસ્થિતિનો ચિતાર રોમાંચક છે. અલંકારોની ઝમક પણ સારી છે. ઘણી ઉજળી બાબતો આ કાવ્યમાં છે. દા.ત. અંતમાં સૂરિજીએ શ્રીમાણિભદ્રજીને આપેલી શીખામણોના શ્લોકો સારા અને માર્મિક છે. સાથે, થોડાક સૂચનો જણાવ્યા છે તે ધ્યાનમાં લેશો. એક સારી સ્વોપજ્ઞ ટીકા બને તે વધુ ઇચ્છનીય છે. વિજયકીર્તિયશસૂરિ (6) તમારા દ્વારા રચાયેલ રમ્ય પદાવલિમય, કાવ્યગુણોથી અલંકૃત અને અધિષ્ઠાયક દેવના વાસ્તવિક જીવનઇતિહાસને નિરૂપતું ‘શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્' વાંચ્યું. આ યુગમાં પણ પૂર્વ સૂરિઓની કાવ્યશૈલીને અનુસરતાં નવ્ય સર્જનો કરનાર મુનિવરો મળે એ કલ્પનાય રોમહર્ષક છે, જ્યારે તમે તો એને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરી બતાવી છે. ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ અનુમોદના. તમારી આ સર્જનસફર અણઅટકી બનીને નવાં નવાં શિખરો સર કરે એ જ હાર્દિક કામના. સૂર્યોદયસૂરિ રાજરત્નસૂરિ (7) મનઃ પ્રસન્નતામેતિ. સુંદર મધુર પ્રાંજલ રચના. કલ્પનાસૌન્દર્ય મનોહારિ. વિષયપસંદગી નૂતના. પંડિતવર્યશ્રી રજનીભાઈ હોત તો અવશ્ય આનંદિત થાત. આવા નવાં કાવ્યો જિનશાસનને આપતાં જ રહેજો. આ. યશોવર્મસૂરિ પં. અજિતયશવિજય (8) प्राप्तं माणिभद्रमहाकाव्यम् । कर्णमणिकुण्डलतुल्यम् । नवनवभणितिपुरस्सरम् । संप्रीतोऽस्मि भवतामभिनवप्रयासेन । छन्दोबद्धकाव्यरचनातो गद्यकाव्ये भवतां गतिर्नवनवोन्मेषशालिनी अपूर्वरसमालिनी भविष्यति इति मे मतिः । गद्यं कवीनां निकषं वदन्ति । महाकाव्यानि बहूनि सन्ति । गद्यकाव्यमल्पतरम् । भवतां गद्यमत्यन्तं मधुरमाकर्षकं च भविष्यतीति मे विश्वासः । शिवराजविजयतोऽपि सुंदरतमं गद्यं ददातु भवानिति मे प्रार्थनाः । छन्दोबद्धकाव्यानि विरचय्य गद्ये यशोऽर्जनं कुरू । नवलकथां लिख । धुरन्धरविजय १५

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 155