________________
माणिभद्रमहाकाव्यम् : कुछ प्रतिभाव
(1)
તમારામાં કાવ્યશક્તિ ઘણી છે. તમોએ માણિભદ્રજીના ઇતિહાસને ગ્રંથમાં ગૂંથીને ઉત્તમ કાર્ય કર્યું છે. ભવિષ્યમાં તે અતિશય ઉપયોગી બની રહેશે. આચાર્ય શ્રી શાંતિસૂરિજી મહારાજાએ ચૈત્યવંદનમહાભાષ્યમાં કહ્યું છે કે
‘સૂરિપરંપરાથી ચાલી આવેલો અર્થ જ્યાં સુધી શાસ્ત્રમાં ગૂંથવામાં ન આવે ત્યાં સુધી મંદબુદ્ધિવાળા જીવો તે અર્થને ગ્રહણ કરવા કે બીજાને આપવા માટે સમર્થ બનતા નથી. (૨૫૭)”
આ કથનાનુસાર ભવિષ્યના મંદબુદ્ધિ જીવોને આ ગ્રંથ ઉપકારક બની રહેશે એમ નિઃશંકપણે કહી શકાય.
જો તમે પોતે આ ગ્રંથ ઉપર સંસ્કૃતટીકાની રચના કરો તો સોનામાં સુગંધ ભળે.
મારું જે અપેક્ષિત છે તે આ ગ્રંથમાં હશે જ એવી શ્રદ્ધા સાથે જોવાનો પ્રયત્ન કર્યો તો નવમા સર્ગમાં ૩૬ વગેરે શ્લોકમાં મળી આવ્યું તેથી આનંદ થયો.
વિજય રાજશેખરસૂરિ
(2) સંસ્કૃતમાં પઠનપાઠન, સંસ્કૃતમાં પાછું કાવ્યસર્જન, કાવ્યસર્જનના વિષય તરીકે પુનઃ માણિભદ્ર યક્ષરાજના વ્યક્તિત્વની પસંદગી. આ બધું એક એકથી વધુ અઘરું ગણાય. અઘરાની આરાધનાને સરળ-સહજ સાધનામાં ફેરવી નાંખવાની સિદ્ધિનું - માણિભદ્ર મહાકાવ્ય-ના માધ્યમે દર્શન થતાં અત્યાનંદ અનુભવ્યો. સાહિત્યસૃષ્ટિમાં આ કૃતિ માણિભદ્ર યક્ષરાજ આધારિત સર્વપ્રથમ સંસ્કૃત કાવ્ય તરીકે સ્થાન પામ્યા વિના નહિ જ રહે તેવો વિશ્વાસ છે.
પૂર્ણચન્દ્રસૂરિ
(3)
આવું નવલું નજરાણું સકલ શ્રી સંઘનાં ચરણે ધરવા બદલ તમને અંતરનાં અભિનંદન છે.
રત્નસુંદરસૂરિ
(4)
તમારી પ્રતિભા અદૂભુત છે. મને આ રચના બહુ જ સારી લાગી છે. તમે ખૂબ આગળ વધશો.
સોમસુંદરસૂરિ