________________
સંપચ્છરી પ્રતિક્રમણ
,
આ પુસ્તકની જન્મકથા અને કંઈક થયિતવ્ય
છેલ્લા બાર વર્ષથી દરવર્ષે ચોમાસું બેસે અને સંવત્સરી પ્રતિક્રમણની વિધિની પ્રેસકોપી મુદ્રણગ્ય બનાવવાની ઈચ્છા વેગ પકડે પણ વિશેષ પુરુષાર્થ થાય નહીં અને સંવત્સરી વીતી જાય અને હવે આવતા વર્ષે ઝડપથી તૈયાર કરી લેશું એમ મને મન નક્કી કરું. પણ મારી શિથિલતાના કારણે વર્ષોનાં વર્ષો વીતી ગયાં. કોઈ કાઈ આત્માઓ આ માટે પ્રેરણા કરતાં, છતાં કાંઈ ફળ ન આવ્યું.
વિ. સં. ૨૦૦૭માં પરમપૂજ્ય પરમોપકારી ગુરુદેવ આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે મુંબઈ ગોડીજી જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ કરવાનો પ્રસંગ બન્યો ત્યારે (૨૨ વર્ષ ઉપર) ભીડી બજારને નાકે આવેલા શ્રી નેમિનાથ જૈન ઉપાશ્રયમાં પર્યુષણાપર્વની આરાધના કરવા માટે મને આજ્ઞા થઈ, હું મુનિવરશ્રી જયાનંદવિજયજી સાથે આરાધના કરવા ગયો. પર્યુષણમાં ચૌદસનું પાખી પ્રતિક્રમણ હતું, ઉપાશ્રય ચિક્કાર હતો. સામાયિક લઈ લીધા બાદ પ્રતિક્રમણ એટલે શું? એ કેવી રીતે કરવું જોઈએ, વિધિ અને ભાવની શુદ્ધિ કેવી જાળવવી જોઈએ અને શાંતિ અને શિસ્તને કેવું માન આપવું જોઈએ ? એ ઉપર બે શબ્દો કહ્યા, મુંબઈવાસીઓને થયું કે “પ્રતિક્રમણની બાબતમાં આ રીતે આજ સુધી કેઈએ અમને હિતશિક્ષા આપી નથી. ક્યારેય અમને પોતાના ગણુને અમારા ઉપર ભાવયા કરી પાંખમાં લીધા નથી. મેં જોયું કે મારી વાત એમને ગમી છે. એટલે મેં કહ્યું કે આજનું પ્રતિક્રમણ બે કલાક ચાલે તેટલું છે. જે તમો અડધે કલાકનો સમય વધુ આપવા તૈયાર હે તો હું તમને પ્રતિક્રમણના સૂત્રોને અતિ ટૂંક ભાવ સૂત્રો શરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org