________________
સંવત્સરી પ્રતિક્રમણની આ આવૃત્તિ બીજી આવૃત્તિઓ કરતાં બે રીતે જુદી પડે છે : એક તો એમાં પ્રતિક્રમણની વિધિના ક્રમ પ્રમાણે સૂત્રો આપવામાં આવ્યાં છે; અને બીજુ, પ્રતિક્રમણ વખતે કરવી પડતી જુદી જુદી મુદ્રાઓનાં સુંદર ચિત્રો આપવામાં આવેલ છે. વિધિ પ્રમાણે સૂત્રેા તો બીજી આવૃત્તિઓમાં પણ મળે છે, પણ જુદી જુદી મુદ્રાઓનાં ચિત્રો એ આ આવૃત્તિની અનોખી વિશેષતા છે. અને એને યશ પૂજ્ય મુનિવર્ય શ્રી યશોવિજયજી મહારાજની કલારુચિ અને ચિત્રકલા અંગેની સૂઝને ઘટે છે.
આ પુરત, વડોદરાની શ્રી મુક્તિ—કમળ-જૈન-મેહનમાળા તરફથી પ્રગટ થયું છે. તેને શ્રી જિતેન્દ્રકુમારની સ્મૃતિમાં અમારા ટ્રસ્ટ તરફથી પ્રગટ કરવાની અનુમતિ આપવા બદલ હું પૂજ્ય મુનિરાજશ્રી યશે વિજયજી મહારાજના તથા શ્રી મુક્તિ-કમળ-જૈનમાહનમાળાના સંચાલકોને હાર્દિક આભાર માનું છું.
લાલભાઈ મ. શાહ
For Private & Personal Use Only
www.jainelibrary.org