________________
૬
જ્યારે જ્યારે શ્રી જિતેન્દ્રકુમારનું સ્મરણ થઈ આવે છે ત્યારે ત્યારે ચિત્ત વિચલિત અને ખિન્ન થઈ જાય છે. પણ વંળી પાછી જીવનમા ધર્મોની અપ-સ્વલ્પ સમજણ કેળવી છે, એથી મનમાં ઊગી આવે છે કે, જ્યાં કાળબળ આગળ આપણે લાચાર હાઈએ ત્યાં, સ્વજન-સ્નેહીને માટે શાક કે વિષાદ કરીને મનને આ-રૌદ્ર ધ્યાનથી કલુષિત કરવાને બદલે, એમની યાદમાં કઈક પણ શુભ કાર્ય કરીને એમને આપણી ભાવાંજલિ અર્પણ કરવી ઘટે.
કંઈક આવી ધર્મ ભાવનાથી પ્રેરાઈને શ્રી જિતેન્દ્રકુમારની યાદમાં સંવત્સરી પ્રતિક્રમણનું આ વિધિસહિત, સચિત્ર અને સુંદર પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે.
આ પુસ્તક પ્રગટ કરવાથી મારા ચિત્તનું ચેાડુક સમાધાન થશે એ એક લાભ છે; અને ખરા લાભ તા સંવત્સરી પ્રતિક્રમણ કરવા ઈચ્છનારાં ભાવિક ભાઈઓ-બહેનેાની અનુકૂળતા સચવાશે . એ છે. ધર્મકરણીમાં ખીજાને થાડુ'ક પણુ સહાયભૂત થવું એવી દષ્ટીથી આ પ્રકાશન કર્યું છે.
પ્રતિક્રમણ કરવાની જરૂર સમજાવતાં આપણા “વંદિત્તુસૂત્ર” માં કહેવામાં આવ્યું છે કે-ન કરવા જેવાં કામેા કરીએ, કરવા જેવાં કામેા ન કરીએ, ભગવાનની ધ વાણીમાં અશ્રદ્ધા કરીએ અને ખાટી–અધમ પાષક વાતાને પ્રચાર કરીએ તેા આત્માને દાષ લાગે છે; અને એ દાષી મુક્ત થવા માટે પ્રતિક્રમણ કરવાની જરૂર છે.
આટલા માટે જ જૈન ધર્મની ધર્મક્રિયાઓમાં જીવનશુદ્ધિના પ્રેરક પ્રતિક્રમણને ખૂબ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે, અને તેથી જ પ્રતિક્રમણત્રાનાં પુસ્તકા જૈન સઘની રાજની જરૂરિયાતરૂપ બની ગયાં છે. અને દર વર્ષે એની હજારા નકલા વેચાય છે તેમ જ વહેચાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org