________________
Vol. XXXv, 2012
સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીનો ઈતિહાસ - 139 નિરૂપેલ વાક્યો અંગે ક્યારેક આ પ્રકારના પ્રશ્નો ઉઠશે, કારણ કે શ્રોતાઓને અનુરૂપ શ્રીજીમહારાજે ભિન્ન-ભિન્ન વાતો કરી હોય. વળી ક્યારેક ભગવાન સ્વામિનારાયણે કરેલ એક જ વાતને સમજનારની સ્થિતિના ભેદથી લખવામાં વિચારભેદ ઊભો થાય ત્યારે ભવિષ્યના મુમુક્ષુ જીવોને ભગવાન સ્વામિનારાયણનો હેતુ સમજી શકાય તે વાતને તાત્વિક બાબતોના નિરૂપણના પ્રારંભમાં જ લખે છે.
* તેઓ કહે છે “આ શાસ્ત્રોમાંથી જે વાક્યો ભગવાનના સ્વરૂપના, ધર્મના તથા ભક્તિના અધિકપણાને કહેતાં હોય તે જ વાક્યોને વિશેષપણે સ્વીકારવાં' (શ્લોક-૧૦૧-૧૦૨).
આમ દાર્શનિક વિચારધારાના પ્રારંભમાં જ મુમુક્ષુઓ ખોટા વાદ-વિવાદમાં ફસાઈ ન જાય અને પોતાના ઈષ્ટદેવનો તથા ધર્મ, ભક્તિનો વિશેષ મહિમા સમજી શકે તે પ્રકારની વાતને જે મુખ્ય સમજવાનો અનુરોધ કરે છે. પાણિનીય વ્યાકરણશાસ્ત્રમાં શબ્દની આંટીઘૂંટીઓને સરળતાથી ઉકેલવા પરિભાષાઓની રચના થઈ છે. જેનું સંકલન નાગેશ ભટ્ટ ‘પરિભાષેન્દુશેખર' નામે ગ્રંથમાં કર્યું છે. આ પરિભાષાઓ સમાજના નિયમોને પણ ઘણે ખરે અંશે અનુસરે છે. તેમાં પણ શ્રીજી મહારાજે કહેલ આ શ્લોકને અનુરૂપ પરિભાષા મુયોઃ વાર્ય સમ્રત્યયઃ' (ગૌણ અને મુખ્ય બંનેનો વિરોધ આવે ત્યારે મુખ્ય બાબતને જ વિશેષપણે સમજવી) જણાય છે. એકાંતિકધર્મનું નિરૂપણ
મહાભારતના સમયથી શબ્દ દ્વારા નિરૂપાતો એકાંતિકધર્મ ભગવાન સ્વામિનારાયણે જીવંત કર્યો. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું નિરૂપણ શિક્ષાપત્રીની નવી આવૃત્તિમાં શ્લોક-૧૦૩ તથા ૧૦૪માં સૂત્રાત્મક રીતે કર્યું છે.
શ્રુતિ સ્મૃતિએ પ્રતિપાદિત કર્યો જે સદાચાર તેને ધર્મ જાણવો. (શ્લોક - ૧૦૩) માહાત્મજ્ઞાન સહિત ભગવાનને વિષે અત્યધિક સ્નેહ તેને ભક્તિ જાણવી. (શ્લોક - ૧૦૩) ભગવાનના સ્વરૂપ સિવાય અન્યને વિષે સ્નેહ ન રાખવો, તેને વૈરાગ્ય જાણવો. (શ્લોક – ૧૦૪) જીવ, માયા અને ઈશ્વરના સ્વરૂપને રૂડી રીતે જાણવું, તે જ્ઞાન છે. (શ્લોક - ૧૦૪)
આમ, જીવનમાં આચરવા યોગ્ય નીતિમીમાંસા, ભક્તિની રૂડી રીત, જગતમાંથી આસક્તિનો ત્યાગ તથા સમજણની વાત સંક્ષેપમાં શિક્ષાપત્રીની નવી આવૃત્તિમાં તેમણે આપી છે. પાંચ તત્ત્વનું નિરૂપણ
જ્ઞાનનું લક્ષણ કરતાં શ્રીજીમહારાજે “જીવ, માયા અને ઈશ્વરનાં સ્વરૂપોને જાણવું તેને જ્ઞાન કહીએ” તેમ જણાવ્યા બાદ જીવ, માયા અને ઈશ્વરનું અનુક્રમે ૧૦૫, ૧૦૬, ૧૦૭ ક્રમાંકના શ્લોકોમાં નિરૂપણ કર્યું છે.
અહીં ત્રણ તત્ત્વોનું નિરૂપણ એ શ્રીવિશિષ્ટાદ્વૈતદર્શનની સમજણ છે. ભગવાન