________________
Vol. XXXv, 2012 કૌટિલીય અર્થશાસ્ત્ર : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
205 વિચારકોના ભૌગોલિક સ્થાન કરતાં તેમના સિદ્ધાંતના Context ની તુલના કરવી ઘટે.
પ્રાચીન ભારતીય ચિંતકો હોય કે એરિસ્ટોટલ જેવા ગ્રીક ચિંતકો હોય, પણ સમાજવ્યવસ્થા વિચારણામાં તેઓ ભેદભાવયુક્ત પ્રથાઓ જરૂર સ્વીકારતા હતા તે મુદ્દો સ્વીકારવામાં વાંધો હોવો જોઈએ નહીં. અત્યારે પણ એરિસ્ટૉટલનું logic કે પ્લેટોનો ‘તત્ત્વજ્ઞ રાજા'નો ખ્યાલ જરૂર ઘણી રીતે રસપ્રદ છે, પણ તેમણે ગુલામીપ્રથાને માન્ય કરી હતી અને છતાં અત્યારે તેનો બચાવ કરવા (એરિસ્ટોટલને નામે પણ) કોઈ તૈયાર નથી. પ્રાચીન ભારતીય વ્યવસ્થાઓ ઉચ્ચાવચતાયુક્ત (hierarchichal) ન હતી તેવું સાબિત કરવાના પ્રયત્નો વ્યર્થ જ છે; તેને બદલે દેશ-કાળ પ્રમાણે તેવી વ્યવસ્થાઓ હવે બદલાઈ છે અને તેમાં સાંસ્કૃતિક આદાનપ્રદાને મહત્વનો ભાગ ભજવ્યો છે તે માનવું જ રહ્યું. પ્રાચીન ગ્રંથોનું તાત્ત્વિક ચિંતન અત્યારે પણ કદાચ પ્રસ્તુત હોય તો પણ તે સમયના સામાજિક ચિંતનને તે જે હતું તે સ્વરૂપમાં સ્વીકારવાની જરૂર નથી. સાંખ્ય, ન્યાય કે વેદાન્તની તત્ત્વવિચારણાને અચૂક રીતે વર્ણવ્યવસ્થા સાથે જોડીને સમગ્ર તંત્રોનો બચાવ કરવાની જરૂરિયાત રહેતી નથી.
References : 1. Eli Franco, Karin Preisendanz; (2003), (Eds) Beyond Orientalism : The work
of Wilhelm Halbfass and its Impact on Indian and Cross-Cultural Studies : Delhi; Motilal Banarsidass. Halbfass Wilhelm; (1990) Indian and Europe Delhi; Motilal Banarsidass Halbfass Wilhelm (1992) Tradition and Reflection; Explorations in Indian
Thought. Delhi Sri Sat Guru publications. 3. Joshi, L. V.; (1986) A Critical Study of the Pratyaksa Pariccheda of Bhāsariva
jña's Nyayabhūsana. Ahmedabad Gujarat University. 4. Sen, A (1997); Human Rights and Asian Values (16th Morgenthau Memorial
Lecture) New York. 5. Sen, A (2000); "East and West-The Reach of Reason" New York Review of
Books Vol.47; No.12; pp.33-38 (www.senreason.htm) 6. સોલોમન એસ્તેર; (૨૦૦૫ ભાગ-૧, ભાગ-૨) શ્રીમત્સાયણમાધવકૃત સર્વદર્શનસંગ્રહ, ગાંધીનગર :
સંસ્કૃત સાહિત્ય અકાદમી, 7. શાહ નગીન; (૨૦૦૯) શ્રીહરિભદ્રસૂરિકૃત પદર્શન સમુચ્ચય સહિત તેની ટીકા શ્રી
ગુણરત્નસૂરિવિરિચિત તર્ક રહસ્યદીપિકા (મૂળ સહિત ગુજરાતી અનુવાદ) અમદાવાદ શ્રી જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ,