Book Title: Sambodhi 2012 Vol 35
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 213
________________ Vol. XXXV, 2012 કૌટિલીય અર્થશાસ્ત્રઃ દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ 203 આવિષ્કારોને તમે સમજી શકો. હેગેલ પ્રમાણે પ્રાચીન પૂર્વમાં despotism - જુલ્મી રાજાશાહી – હતી – એક જ વ્યક્તિ – રાજા પોતે જ – તેમાં મુક્ત હતી. ઇતિહાસનો બીજો તબક્કો ગ્રીક અને રોમન યુગનો હતો અને ત્રીજો આધુનિક તબક્કો જર્મન શાસનનો છે. “History of the world is nothing but the development of the idea of freedom.” કૌટિલીયના અભિગમ યાદ આવે (ભગવદ્ગીતા પ્રબોધિત પ્રાકૃતિક ગુણો મુજબની સમાજવ્યવસ્થા) તેવો હેગલનો મત નીચે મુજબ છે. “A people is a natural growth like family only spread more widely... As in all human communities ... so in the case of state, the natural order is the best - that is to say the order in which everyone fulfils that function for which nature intended him.” (Karl Popper : The Open society and its enemies. Indian Reprint 2007 P. 57). ભૌતિકવાદી માર્ક્સ શ્રમજીવીનો પક્ષ લે છે; અધ્યાત્મવાદી હેગેલ તે સમયની પ્રશિયાની રાજાશાહીમાં World Spirit ને મૂર્ત થતો જુએ છે. આ મુદ્દો નોંધવા જેવો છે. પશ્ચિમમાં પણ Spirit ને માનનારાઓ idealism નો પક્ષ લેતા ચિંતકોને પણ પૂર્વમાં આત્મતત્ત્વ કે Spirit નું જે જાતનું નિરૂપણ છે તે પ્રગતી સાધક જણાતું નથી તે પણ નોંધવું જોઈએ. ચૈતન્યવાદી હેગેલ નિરપેક્ષ પ્રશિયન રાજાશાહીમાં માને છે તે જોતાં, આધ્યાત્મિક પરંપરા ઉપર આધારિત રાજ્યવિચાર શ્રેષ્ઠ માનો તો પણ કૌટિલીય અને હેગેલ જેવા ભેદો તો રહેવાના જ. વિચારોના વિશ્વવ્યાપી ઇતિહાસને તપાસતાં સમજાય છે કે કોઈ એક જ પ્રકારનો તાત્ત્વિક અભિગમ કોઈ ચોક્કસ પ્રકારના સામાજિક અભિગમો સાથે જોડી શકાય તેમ નથી. પૂર્વ–પશ્ચિમના અધ્યાત્મવાદમાં ઘણો તફાવત છે તેવું જ પૂર્વ–પશ્ચિમના ભૌતિકવાદ વિશે સમજવાનું છે. ચાર્વાવાદમાં ભૌતિકવાદ અને ભોગવાદ જોડાયેલા જોવા મળે છે. માર્ક્સવાદમાં ભૌતિકવાદ શોષણયુક્ત મૂડીવાદ આધારિત ભોગવાદનો વિરોધ કરે છે. ઘણાં વીસમી સદીના ભૌતિકવાદી ચિંતકો નીતિશાસ્ત્રમાં અમર્યાદિત ભોગવાદના પક્ષકાર નથી. સુખવાદ કરતાં ઈશ્વરઆધારિત કે શાસ્ત્રસંમત કર્તવ્યવાદ કેટલાકને વધુ સ્વીકાર્ય જણાય છે. કેટલાક ચિંતકો સુખવાદનો વિરોધ કરે છે, કર્તવ્યવાદને સ્વીકારે છે પણ એ કર્તવ્યવાદ ન તો ઈશ્વર-આધારિત કર્તવ્યવાદ છે કે ન તો શાસ્ત્ર-સમર્થિત કર્તવ્યવાદ છે જેમ કે કાન્ટ ઈશ્વરવાદી હોવા છતાં જો શાસ્ત્રસંમત કર્તવ્યવાદમાં હિંસા અનિવાર્ય હોય તો ગાંધીજીને તે મંજૂર નથી. આમ ઈશ્વરવાદ અને પવિત્રશાસ્ત્રવાદ (Scripturalism) ના અભાવમાં પણ સ્વાયત્ત બુદ્ધિનિષ્ઠ કર્તવ્યવાદ સંભવે છે. B. અમર્ત્ય સેન : પૂર્વ અને પશ્ચિમના તુલનાત્મક અધ્યયન વિશે કૌટિલીયના સંદર્ભમાં કેટલાકનો દાવો એ છે કે વ્યક્તિ – સ્વાતંત્ર્ય, ઉદારતા, સમાજિક-ધાર્મિક સહિષ્ણુતા અને તકનિષ્ઠા – આ મૂલ્યો પશ્ચિમની સંસ્કૃતિના જ વિશિષ્ટ મૂલ્યો છે યુરોપીય જ્ઞાનપ્રકાશયુગ (1700–

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224