Book Title: Sambodhi 2012 Vol 35
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 211
________________ Vol. XXXV, 2012 કૌટિલીય અર્થશાસ્ત્ર : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ 201 IV. કૌટિલીય અને પાશ્ચાત્ય પરંપરા A. નીતિન દેસાઈના કેટલાંક વિધાનો : તુલનાત્મક અભ્યાસ અંગે ૧. – પ્લેટો, એરિસ્ટોટલ, મેકિયાવેલી વગેરેનાં ગ્રંથસ્થ વિચારોનું તટસ્થ અધ્યયન કરીએ તો તેની તુલનામાં ભારતની દીર્ઘકાલીન સ્થાયી સાંસ્કૃતિક ભૂમિકાનું પીઠબળ, કૌટિલીયનાં જીવન, ચિંતન અને નેતૃત્વ, વ્યક્તિ અને સમાજનાં કસાયેલાં જીવનમૂલ્યો સાથે સુસંકલિત અને બેજવાબદાર બાંધછોડ વગરનાં જણાશે. (પૃ. ૬૫) - જીવનનિર્વાહનાં સાધનો વગર ધર્મ અને કામ એ પુરુષાર્થો આચરી શકાતા નથી તેવો કૌટિલીય મત કાર્લ માર્કસની કદાચ યાદ અપાવે તો પણ અહીં અર્થને ધર્મ અને કામનો પોષક ગણ્યો છે. “જયારે માર્ક્સ તો ભ્રાન્તિના માર્યા નર્યા ભૌતિકવાદી બની રહ્યા છે. તેમને મત ધર્મ તો એક જાતનું અફીણ હોઈ ત્યાજ્ય છે”. (પૃ. ૮૧). અહીં લેખક કાંતો માના મતનો ઉલ્લેખ કરવો જોઈતો ન હતો – અથવા તો માસનો મત કયા અર્થમાં નર્યો ભૌતિકવાદ છે અને શા માટે તેમજ કયા પ્રકારની ભ્રાન્તિથી માર્ચે આ મત રજૂ કર્યો તેની ટૂંકી સ્પષ્ટતા કરવી જોઈતી હતી. – કાર્લ માર્ક્સ “ધર્મ” શબ્દ religion નો અર્થમાં પ્રયોજયો હતો કૌટિલીયે મુખ્યત્વે ચાર પુરુષાર્થોમાંનો એક અને તે પણ “કર્તવ્યના અર્થમાં તેને પ્રયોજ્યો છે અને duty ના અર્થમાં ધર્મને માસ opium નથી કહેતા તે સ્પષ્ટ કરવું જરૂરી હતું. ૩. લેખકે કહ્યું છે કે ડાર્વિને રજૂ કરેલો “પ્રકૃતિ દ્વારા પસંદગીનો વિચાર જગતનાં માનસ ઉપર ઠીક ઠીક કબજો જમાવી ગયેલો “અને હજી આજે પણ આધુનિક કહેવાતા દરેક કુશિક્ષિત માનસ પર અભાનપણે કે સભાનપણે તેનો જ કબજો છે... સ્વસ્થ અભ્યાસી એ બરાબર જાણે છે કે... વિજ્ઞાન દ્વારા પણ આ વિચાર નાપાયાદાર સાબિત થઈ ચૂક્યો છે” [11]. નીતીન દેસાઈને જીવનયાત્રામાં પડેલી વિકાસશીલતાની કૌટિલીયની સર્વાશ્લેષી વિભાવના, ડાર્વિન કરતાં વધુ માન્ય થાય છે. ડાર્વિન અંગેના કેટલાક મુદ્દાઓ :(૧) ડાર્વિન આધુનિક જીવવિજ્ઞાની હતા કૌટિલીય સમાજવિષયક-રાજ્યવિષયક ચિંતક હતા તો પછી તુલનાનાં ધોરણો ક્યા હોઈ શકે ? (૨) આધુનિક શિક્ષિતો કુશિક્ષિતો હોય છે અને ખાસ તો ડાર્વિનનો પ્રભાવ હોય તેવું માનસ વધુ કુશિક્ષિત છે તે કેવી રીતે માનવું ?

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224