Book Title: Sambodhi 2012 Vol 35
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 212
________________ 202 ગ્રંથ સમીક્ષા SAMBODHI (૩) ડાર્વિન અને કૌટિલીયનાં જ્ઞાન-સંશોધનોનાં ક્ષેત્રો તદ્દન જુદાં છે અને તેમની વચ્ચે સદીઓનું અંતર છે. તે જોતાં પણ તેમની તુલના કરવી ઘણી મુશ્કેલ છે. Modem Biology ના સિદ્ધાંતો અત્યારે ડાર્વિનના મતને માન્ય કરતા નથી તેવું કહી શકાય તેમ નથી. ડાર્વિનના સિદ્ધાંત્તના તો પુરાવાઓ પણ શોધી શકાયા છે, પણ કૌટિલીયની દૃષ્ટિ વિશે લેખકે કરેલાં કેટલાંક નીચેનાં વિધાનો માત્ર કૌટિલીયમતનાનિરૂપક હોવાથી જ શું માની લેવાં પડે તેમ છે ? “જીવોનું સહજીવન એક પૂરા મહિમાવાળી મજેદાર સર્વોદયી મહેફિલ છે, જેના નિરવધિ આનંદમાંથી કોઈને પ્રકૃતિએ બાકાત રાખ્યું નથી પ્રત્યેકનો ઉદય એ કુદરતની બેઠી યોજના છે ... કૌટિલીય ...... સૃષ્ટિની શુભ નિયતિના ભાગરૂપે રાજાને કલ્યાણકર “નર-નાયક' (નરેન્દ્ર) તરીકે સ્વીકારે છે. રાજાના એકત્વમાં નરસમુદાયનું – બલ્ક જીવસમુદાયનું – એકત્વ એકરસત્વ સાકાર થઈ શકે તેમ છે” (પૃ. ૧૧૫). સમગ્ર પ્રકૃતિની ભારતને માટેની શું આ નિયતિ હશે ? પ્રશ્ન એ છે કે આ બધું કૌટિલીયે કેવી રીતે જાણું? સૃષ્ટિની શુભનિયતિને અને કુદરતની બેઠી યોજનાને જાણવાનું ડાર્વિન ચૂકી ગયા અને કૌટિલીયે તે પહેલેથી જ જાણી લીધું તેમ સમજવું ? ડાર્વિનના સિદ્ધાંતોનો વિજ્ઞાનમાં સ્વીકાર થયો છે અને જીવવિજ્ઞાનમાં જ ભવિષ્યમાં તે ખોટો પડે તો વિજ્ઞાનીઓ તેને પડતો મૂકશે, પરંતુ તેથી પણ સૃષ્ટિમાં સંવાદિતા વિશે કે તેની મંગળમય સુવ્યવસ્થા વિશે કૌટિલીયનાં અર્થઘટનોને શાથી વધુ ચઢિયાતાં માનવાં? કૌટિલીય કયા પ્રમાણથી કહે છે કે, આખું વિશ્વ વ્યક્તિ અને સૃષ્ટિના પરસ્પર તાલથી પ્રવર્તે છે ? (પૃ. ૯૭) (૪) જો કે નીતીન દેસાઈએ કબૂલ્યું છે કે કૌટિલીયના ગ્રંથની તુલના પ્લેટોનાં Republic કે મેકિયાવેલીના Prince સાથે જરૂર કરી શકાય. તેઓ એમ પણ કહે છે કે કાર્લ માર્કસના જર્મન ગ્રંથ Das Capital સાથે પણ કૌટિલીયના ગ્રંથની તુલના કરી શકાય. સંસ્કૃતિ ચિંતકોએ અન્ય દેશીય રાજનીતિમાંથી છૂટથી ગુણગ્રહણ કરવું જરૂરી પણ છે. લેખકે સ્પષ્ટ કર્યું જ છે કે પોતાને આવું અધ્યયન કરવાની વધુ તક મળી નથી. નીતીન દેસાઈને જણાયું છે કે ભારતીય ચિંતન પરંપરાના પીઠબળને લીધે કૌટિલીયની વિચારધારા ઘણી ઉચ્ચ અને પારગામી બની શકી છે (પૃ. ૩૩૩). ભારતીય પરંપરાની શ્રેષ્ઠતા સ્વયંસિદ્ધ હોય તો તુલનાનાં પરિણામો કૌટિલીયપક્ષે જ જશે તે સ્વાભાવિક છે. (૫) નીતીન દેસાઈએ હેગેલ-પ્રભાવિત માર્ક્સનો ઉલ્લેખ કર્યો છે પરંતુ ખુદ હેગેલની અધ્યાત્મવાદી વિચારણાનો ઉલ્લેખ નથી કર્યો. હેગેલ પ્રમાણે ઇતિહાસના વિકાસની ગતિ દ્વારા spirit પોતાને વધુને વધુ ઉચ્ચતર પ્રગતિશીલ સ્વરૂપોમાં / સંસ્થાઓમાં પ્રગટ કરે છે. Spirit નું સત્ત્વ (essence) મુક્તિ છે. Spirit નો વિકાસ એ મુક્તિનો જ વિકાસ છે. Spirit નો સહુથી ઊંચી ભૂમિકાનો વિકાસ હેગલના સમયની જર્મન રાજાશાહીમાં છે – “The German Spirit is the Spirit of the new world.” 1800–1830 Hi g Spirit 8+ 212- 21%2uelhi મૂર્ત થયો છે. હેગલે કહે છે કે પૂર્વને અતિક્રમી જાઓ તો જ spiritના ઇતિહાસના નવા પાશ્ચાત્ય

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224