________________
192
ગ્રંથ સમીક્ષા
SAMBODHI
લેખો ભરચક માહિતી, ક્રમિક નિરૂપણ અને રસાળ શ્રેણી થકી, તે તે ક્ષેત્રના અભ્યાસીઓને તો રસપ્રદ થાય જ, પરંતુ સામાન્ય વાચકને પણ કળા અને સ્થાપત્ય વિશે અભ્યાસ કરવા લલચાવે એવા છે. | ઉપલબ્ધ પ્રમાણો, તેના આધારે ફલિત થતા નિષ્કર્ષો અને આનુષંગિક ઉલ્લેખોને અનુસરવું એ ઇતિહાસકાર કે સંશોધકનો ધર્મ છે. ઢાંકી સાહેબ ઇતિહાસકારના ધર્મનો જે રીતે નિર્વાહ કરે છે તે કદાચ સંશોધનક્ષેત્રે પણ આદર્શરૂપ બને એવી ઘટના છે. જિનપ્રતિમા, ગિરનાર, શ્વેતાંબર-દિગંબર જેવા વિષયોની ચર્ચામાં એમની એ વિશેષતા જ્વલંત રૂપે પ્રગટ થાય છે.
૧૯૭૪થી હમણાં સુધીના ઢાંકી સાહેબના જૈન કળા-સ્થાપત્ય વિષયનું ૨૨ જેટલા અંગ્રેજી લેખોનો આ ગ્રંથમાં સંગ્રહ કરાયો છે. મૂર્તિઓ, શિલ્પો અને સ્થાપત્યના પુષ્કળ ચિત્રો એ આ ગ્રંથના લેખો જેટલો જ મૂલ્યવાન હિસ્સો છે. કાગળ, મુદ્રણ, લે-આઉટ બધું જ ઉત્તમ કક્ષાનું છે. આ ગ્રંથ સર્વાંગસુંદર ગ્રંથ કહી શકાય.
– ઉપા. ભુવનચંદ્રજી મ.સા. Studies in Nirgranth Art and Architecture Editor : M. A. Dhaky Publisher : Sambodhi Sansthan
Year : 2012 Price : Rs. 3000/Page : 154