________________
Vol. XXXv, 2012 કૌટિલીય અર્થશાસ્ત્ર : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ
197 – આન્વીક્ષિકી તો સર્વ વિદ્યાઓના પ્રદીપરૂપ છે. સર્વ કાર્યની સિદ્ધિના ઉપાયરૂપ છે અને
સર્વ ધર્મોના આશ્રયરૂપ છે. (પૃ. ૭૯) – આન્વીક્ષિકી, ત્રયી અને વાર્તાને પ્રવર્તવા દેવામાં સહાયક તરીકે દંડનીતિવિદ્યા મહત્ત્વની
છે. (પૃ. ૮૧) – “દંડનીતિ અપ્રાપ્તિની પ્રાપ્તિના હેતુવાળી, પ્રાપ્તને પૂર્ણપણે રક્ષનારી, રણેલા અર્થને
વધારનારી અને વૃદ્ધિ પામેલાં (ધન કે દ્રવ્યોને) તીર્થમાં પહોંચતું કરવાની છે”. (પૃ. ૮૦) - કૌટિલીય મુજબ સાંખ્ય, યોગ અને લોકાયત (ચાર્વાક) દર્શનો એ ત્રણ દર્શનોનો
આન્વીક્ષિકીમાં સમાવેશ થાય છે. પ્રશ્ન : લોકાયત દર્શનનો શા માટે રાજાની કેળવણીમાં સમાવેશ કરવો પડે છે ?
ઉત્તર : ધ્યાનયોગને પૂર્વપક્ષ તરીકે આ દર્શનનો અભ્યાસ ઈષ્ટ ગણવામાં આવ્યો હશે. સાંખ્ય અને યોગના દર્શનોના અભ્યાસને વધુ સુદઢ કરવા માટે કદાચ ચાર્વાક દર્શનને પણ જાણવાનું આવશ્યક ગણાયું હોય. લોકો તો મુખ્યત્વે ભોગવાદી અને ભૌતિક-આર્થિક સમૃદ્ધિ ઈચ્છતા હોય છે તેથી તે સંદર્ભમાં કદાચ આવાં દર્શનને લોકમાનસને સમજવાને માટે આવશ્યક ગણાયું હોય. (પૃ. ૮૭)
I – આવીક્ષિકી અંગે કેટલાક પ્રશ્નો (૧) જો ચાર્વાક દર્શન કેવળ એક ખંડનયોગ્ય એવો પૂર્વપક્ષ જ હોય તો પછી સાંખ્ય અને યોગદર્શનનો જે અર્થમાં આન્ધીક્ષિકી તરીકે ઘટાવ્યાં છે તે જ અર્થમાં શું ચાર્વાકદર્શનને પણ આન્વીક્ષિકી તરીકે સમજી શકાય ?
(૨) પડદર્શનસમુચ્ચય કે સર્વદર્શનસંગ્રહ એ ગ્રંથોમાં “દર્શન’ શબ્દને મત, પક્ષ, શાસ્ત્ર કે વાદ એ રીતે સમજીએ તો તે અર્થમાં સાંખ્ય, યોગ અને ચાર્વાક ત્રણે વિચારતન્નો કે સિદ્ધાંતો દર્શનો જ ગણાય. દર્શનનો બીજો કોઈ ઊંડો અર્થ લેવાની વિચારોના ઇતિહાસની દૃષ્ટિએ આવશ્યક્તા નથી. મતના અર્થમાં દર્શનો અનેક છે તેમાં સાંખ્યયોગને (કે કૌટિલીય જેને સાચાં માનતા હોય તેને) કોઈ સાચા દર્શન તરીકે અને ચાર્વાક દર્શનને મિથ્યાદર્શન તરીકે ઘટાવી શકાય. જો તેમ કરો તો પણ, એટલે કે જો ચાર્વાકદર્શન મિથ્યાદર્શન હોય તો પણ, પ્રશ્ન એ છે કે તેને કયા અર્થમાં આન્ધીક્ષિકી તરીકે સમજી શકાય? ચાર્વાકદર્શન મિથ્યાદર્શન હોય અને તે આન્વીક્ષિકી પણ હોય તે કેવી રીતે સમજવું ?
(૩) આન્વીક્ષિકી સર્વ વિદ્યાઓનો દાવો છે વગેરેનો સ્વીકાર કરીએ તો અને ચાર્વાકદર્શનને આન્વીક્ષિકી ગણીએ તો પણ આન્વીક્ષિકીનાં આ બધાં લક્ષણો ચાર્વાકદર્શનને લાગુ પાડી શકાય ખરાં ? જો ચાર્વાકદર્શન સર્વ વિદ્યાઓ એનો પ્રદીપ ન હોય તો પણ તે આન્વીક્ષિકી ગણાય ? દર્શન એ જ જો આન્વીક્ષિકી હોય તો બધાં દર્શનો પછી આન્વીક્ષિકી જ ગણાય. જો આન્વીક્ષિકીને સ્વતંત્ર તાર્કિક સમીક્ષાપદ્ધતિ (methodology) ગણો અને દર્શનને આત્મવિદ્યા ગણો તો પ્રશ્ન એ છે કે સર્વસમ્મત