________________
196
ગ્રંથ સમીક્ષા
SAMBODHI
દમ અને શમ, આત્મસંયમ અને ચિત્તની શાંતિ ઉપર કૌટિલીય ભાર મૂકે છે. તેમાં નથી એકાંગી ભોગવાદ કે નથી એકાંગી સંયમવાદ (પૃ. ૧૬૩-૧૬૪). શમ-દમ સંસ્કૃતિના પાયામાં છે. રાજ્યનું લક્ષ્ય સંસ્કૃતિરક્ષા છે. તેથી રાજ્યના વિવિધક્ષેત્રીય વ્યવહારોને પણ આ જ લક્ષ્યના અનુસંધાનમાં સમજવા જોઈએ. પ્રજાનું આન્તરિક અસામાજિક તત્ત્વોથી અને બાહ્ય શત્રુઓનાં આક્રમણથી રક્ષણ કરવાનું રાજયશાસનનું મુખ્ય કાર્ય છે. વિશાળ સત્તા ધરાવતાં ઉચ્ચ અધિકારી વર્ગ તે લક્ષ્ય સિદ્ધ કરવા માટે જરૂરી છે – (જેમકે સમાહર્તા, રક્ષકતત્ર, ગુપ્તચરતસ્ત્ર વગેરે). વનમાંથી, નગરમાંથી, ગ્રામ્ય પ્રદેશમાંથી થતી આવકોમાં કરવેરા દ્વારા રાજયે ભાગીદાર થવું જોઈએ. પૂરેપૂરો જાપ્તો બધી આર્થિક પ્રવૃત્તિઓ ઉપર રાખવાનો છે (પૃ. ૧૭૯-૧૮૯). રાજ્ય પોતે ઉત્પાદન ક્ષેત્રોમાં ઝૂકાવે તેવો અભિગમ કૌટિલીયે દર્શાવ્યો છે (પૃ. ૧૯૩). કૃષિ, પશુપાલન અને વેપાર–વાર્તાવિદ્યાના આ ત્રણ અંગો છે. તે અંગો અંગે રાજાને તેમજ અધિકારીઓને પૂરતી જાણકારી હોવી જોઈએ. તેનો અર્થ એ નથી કૌટિલીય કૃષિવાદી જ કે ગ્રામવાદી જ હતા.
નીતીન દેસાઈએ ખૂબ રસ પડે એ રીતે અર્થતંત્રમાં આર્થિક ભ્રષ્ટાચારોના નિયમન અંગેની કૌટિલીયની દૃષ્ટિ તેમજ ગુપ્તચરતન્ન અને ન્યાયતંત્રની વિવિધ પ્રજાલક્ષી વ્યવસ્થાઓની વિસ્તૃત રજૂઆત કરી છે (પૃ. ૧૬૬-૩૦૬). અધિકારીઓ ઉપર પણ કડક નિયંત્રણો રાખવાનું કૌટિલીય જરૂરી માને છે અને તેવાં નિયંત્રણની રીતો પણ ચર્ચાઈ છે. કષ્ટદંડ અને વધદંડ પણ દંડનીતિના ભાગરૂપે કૌટિલીયને માન્ય છે. જરૂર હોય તો ગુપ્તવધ પણ કરી શકાય છે. ગુનો કબૂલ કરાવાની ત્રાસદાયક પદ્ધતિ પણ માન્ય કરવામાં આવી છે.
રાજ્યની સુરક્ષા વગર પ્રજાકલ્યાણ સિદ્ધ ન થાય અને કઠોર શાસન વગર સુરક્ષા સિદ્ધ ન થાય. એ દૃષ્ટિએ જ યુદ્ધ, ગુપ્તચરતન્ન, ન્યાયત, રકતસ્ત્ર અને વહીવટી તંત્રનો વિચાર કૌટિલીયના ગ્રંથમાં થયો છે.
આન્વીક્ષિકી
- બનું + ક્ષ = અન્વીક્ષા = પાછળથી થતું જ્ઞાન. - કૌટિલીય પ્રમાણે ચાર જ વિદ્યાઓ છે – ત્રયી (ત્રણ વેદો), વાર્તા, દંડનીતિ અને
આન્વીક્ષિકી. – ત્રયીવિદ્યા ધર્મ-અધર્મનાં નિર્ણયમાં મદદ કરે છે. - વાર્તાવિદ્યા અર્થ – અનર્થનો નિર્ણય કરવામાં મદદ કરે છે. - દંડનીતિ નય–અપનય (સફળતા-નિષ્ફળતા)નો નિર્ણય કરવામાં મદદ કરે છે. - “આન્વીક્ષિકી આ ત્રણે વિદ્યાઓના ખુદના જ બળાબળનો નિર્ણય કરવાનું સામર્થ્ય આપે
છે. (પૃ. ૭૯)