________________
શુદ્ધ ઇતિહાસ ગવેષણા અને ગહન અધ્યયનના ક્ષેત્રમાં
પ્રો. મધુસૂદન ઢાંકીનું એક વધુ યોગદાન
ઉપા. ભુવનચંદ્રજી મ.સા.
આજે સંશોધનક્ષેત્રે તુલનાત્મક અને વ્યાપક દૃષ્ટિકોણ સંસ્થાપિત થયો છે. સંશોધનકાર્ય માટે ઇતિહાસગ્રંથો, પ્રબંધો, કાવ્યો, શિલાલેખો, તામ્રપત્રો વગેરે જેવા ઇતિહાસ-સાધનો ઉપરાંત પુરાતત્ત્વ, ગણિત, ભૂગોળ અને વિજ્ઞાન જેવા વિષયોનો પણ ઉપયોગ થાય છે. સંશોધનના તંતુઓ અન્ય ધર્મો, અન્ય સમાજો કે અન્ય દેશો સુધી પણ લંબાય છે. તટસ્થ શોધપદ્ધતિ, તીવ્ર સ્મૃતિ અને અતિ વિસ્તૃત વાચન વિના ઇતિહાસલેખક કે પુરાતત્ત્વ સંશોધક આજે પોતાના કાર્યને ન્યાય ન આપી શકે.
શ્રી મધુસૂદન ઢાંકી – ઢાંકી સાહેબમાં આપણને આવા આદર્શ સંશોધક મૂર્તિમંત થતા જોવા મળે છે. અનેક વિદ્યાશાખાઓનું ઝીણવટભર્યું જ્ઞાન તેમના સંશોધનકાર્યને એક મજબૂત પીઠિકા પૂરી પાડે છે. સંદર્ભોને સ્મૃતિમાંથી ઉપસ્થિત કરવા, તેમનો મર્મ ઉદ્ઘાટિત કરવો અને નિષ્કર્ષ સુધી પહોંચવા માટે તેમનો મનોરમ દર્શન તેમના લેખોમાં થાય છે.
પ્રસ્તુત પુસ્તક જૈન કળા અને સ્થાપત્ય વિષયક ઢાંકી સાહેબના સંશોધનલેખોનો સંગ્રહ છે. જૈન પરંપરાના પ્રાચીનકળા અને સ્થાપત્યને ઢાંકી સાહેબ “નિર્ચન્થ' કળા અને સ્થાપત્ય તરીકે ઓળખાવે છે. શ્વેતાંબર કે દિગંબર જેવા નામકરણો પૂર્વેની જૈન શ્રમણ પરંપરા નિર્ચન્થ એવા નામે જ ઓળખાતી હતી. એ સમયફલકના જૈન કળા, શિલ્પ, સ્થાપત્ય અને પુરાતત્ત્વની ચર્ચા કરતા લેખો આ સંગ્રહમાં સમાવ્યા છે.
વિશદ વિવરણ, ધીર ગંભીર અને ઉદાત્તશૈલી, પ્રચુર ટિપ્પણો અને ગહન અધ્યયન – ઢાંકી સાહેબની આ લાક્ષણિકતાઓ અહીં પ્રખરરૂપે ઉપસી આવી છે. નેમિનાથ, શ્રીકૃષ્ણ, સૌરાષ્ટ્રમાં નિર્ઝન્થવિહાર, દ્વારકા - આ બધાંને સાંકળતું પહેલા લેખમાંનું વિવરણ હોય કે પાર્શ્વનાથ અને ધરણેન્દ્ર વિષયક વિચારણા હોય – નિરૂપણની ઉદાત્તતા અને શુદ્ધ ઇતિહાસ ગવેષણાનાં દર્શન વાચકને તેમાં થશે, સ્તોત્ર સાહિત્ય અને આગમિક સાહિત્યના ઉલ્લેખોના આધારે જિનપ્રતિમાની ઐતિહાસિકતા વિશે છણાવટ કરતો લેખ, લેખકની તીવ્ર શોધનિષ્ઠાની પ્રતીતિ કરાવે છે. ગ્રંથમાંના આ અને બીજા સર્વ