________________
159
Vol. XXXV, 2012
સોકોત્રા ટાપુ પરથી પ્રાપ્ત ગુજરાતી શિલાલેખો दातव्यं मालि[क] श्रेण्या शतपत्रशतद्वयम् ।
नवीनकणवीराणां द्वे सहस्त्रे च नित्यशः ॥ ५० ॥ વર્ણકસમુચ્ચય'માં મંત્રીને સમસ્ત મહાજન-પ્રધાન કહ્યો છે."
આફ્રિકા, અરબસ્તાન અને ઇરાનમાં વસનાર ભારતીય વેપારીઓમાં મોટા ભાગના ગુજરાતીઓ હતા. સામુદ્રિક ટાપુઓ પર નૌકાયાનના લાંબા માર્ગો પર ખંભાતના ગુજરાતીઓ અને આરબોની સત્તા હતી. સર્વાનંદસૂરિના “જગડૂચરિત' (ઈ.સ.૧૩૧૯) માં કચ્છના ઓસવાલ જૈન વેપારી જગડૂ (ઈ.સ. ૧૨૫૬-૫૭) શાહનું ચરિત્ર આપેલું છે. જગડૂ એડન અને હૉરમુઝ બંદરે એના સેવક જયન્તસિંહ સાથે પ્રવાસે જતો. એનાં વહાણ ખૂબ માલ સાથે ભરેલાં હતાં અને એ એડન અને હૉરમુઝ બંદરે પહોંચ્યો હોવાનો ઉલ્લેખ આ કાવ્યમાં આવે છે.
અમદાવાદથી ૧૦૦ કિ.મી. દૂર ચામરડી નામના નાના ગામ નજીક ખડકો પર દરિયામાં તરતાં વહાણોનાં સરળ ખડકચિત્રો લગભગ ઈ.સ.૧૨ની સદીની આસપાસનાં મળ્યાં છે, જેમાં વહાણ પર બેઠેલ સુકાનીઓ, વહાણનો ડોલ, પવનચક્કી, ધ્વજ, લંગરો વગેરેનાં ચિત્રો જોવા મળે છે.
N/
Linedrawing of sailing boats on the rock at Chamardi
હૉરમુઝ, ગોલ્ડ્રન (પર્શિયન ગલ્ફ), ઇસ્લાન (પર્શિયન ગલ્ફ), એડન વગેરે બંદર-નગરોમાં ગુજરાતી વાણિયાઓની ઘણી વસતિ હતી. ઈ.સ. ૧૫૦૦ માં મલિન્દી(પૂર્વ આફ્રિકા)માં આવેલ પોર્ટુગીઝ મુસાફર પાદ્રો અલવારેસ કેબેલે ભારત આવવા બે ગુજરાતી ખલાસીઓને રોકયા હતા. મલિન્દીમાંથી વાસ્કો-ડી-ગામાને ઈ.સ.૧૪૯૮ની ૨૦મી મે એ ભારતના કેલિકટ બંદરે ઉતારનાર કચ્છી ખલાસી Malimo Canaqua (કાના માલમ - કાનજી માલમ) હતા.૧૯ ઈ.સ. ૧૫૩૯ માં ટૉમ પિયર્સ નામના ખલાસીએ લખ્યું છે: “ગુજરાતીઓ ભારતના બીજા ભાગના લોકો કરતાં વધારે સારા ખલાસીઓ છે અને તેમની પાસે ઘણા લોકો સમાઈ શકે તેવાં મોટાં વહાણ છે. તેઓ મોટા નૌવિત્તિકો છે અને નૌકાશાસ્ત્રનો સુંદર ઉપયોગ કરી જાણે છે.”
ઈ.સ.ની ૧૭મી સદીથી હિંદ મહાસાગરમાં વેપારનું સુકાન ગુજરાતી વાણિયાઓના હાથમાં હતું. “વિમલપ્રબંધ' (વિ.સં. ૧૫૬૮-ઈ.સ.૧૫૧૨)ના રચયિતા લાવણ્યસમયે વાણિયાઓની ૮૪ પેટા