________________
157
Vol. XXXV, 2012
સોકોત્રા ટાપુ પરથી પ્રાપ્ત ગુજરાતી શિલાલેખો શિલાલેખનો સાર :
આબોહવાની અસરથી શિલાલેખ બહુ ઘસાઈ ગયો છે. આથી એનો પાઠ વાંચવામાં ઘણી મુશ્કેલી પડે છે. લેખની મિતિ વિ.સં. ૧૭૨૯, જેઠ સુદિ ૨ ની છે. એ દિવસે.૯ મે, ઈ.સ. ૧૬૬૨ આવે. હરિદાસ, કીકા, રિયાખાન જેવા ત્રણેક સોદાગરોનાં નામ ઉકેલાયાં છે. સિકોતર (સોકોત્રા)નું નામ ૫.૬ માં વાંચી શકાય છે. અવલોકન :
પ્રા-ઇતિહાસથી માંડીને અદ્યપર્યત સામુદ્રિક બંદરોનું મુખ્ય સ્થાન ગુજરાત રહ્યું છે. ગુજરાતના આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક કાલનાં બંદરોમાં લોથલ, ધોળાવીરા (કચ્છ) જેવાં હરપ્પીય બંદરો અને વેરાવળ, દ્વારકા, ભરૂચ, ખંભાત, દીવ, દમણ અને સુરત જેવાં ઐતિહાસિક બંદરો ગુજરાતના આર્થિક ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. લોથલના ઉત્પનનમાંથી નાવ અને વહાણોના માટીના પકવેલા અવશેષો મળ્યા છે. તે પરથી અહીંના લોકો આકર્ષક વહાણો અને નાવ બનાવવાનો ઉદ્યોગ કરતા હોવાનું જણાય છે. આ ઉપરાંત લોથલના ઉખનનમાંથી વહાણ નાંગરવાનો ડક્કો, વખારો, વેરહાઉસ અને ભઠ્ઠીઓના અવશેષો મળ્યા હોવાથી આ સ્થળ ઉદ્યોગોનું મોટું કેન્દ્ર હોવાનું જણાય છે. કચ્છમાંનું ધોળાવીરા પણ તાજેતરમાં થયેલા ઉત્પનન પરથી હડપ્પીય વસાહતનું અને વેપારનું મોટું કેન્દ્ર હોવાનું જણાય છે.
ઐતિહાસિક કાલમાં ગુજરાતી વેપારીઓને વેપારલક્ષી પરંપરા વ્યવસ્થિત રીતે વિકાસ પામી હતી. “પેરિપ્લસ ઑફ ધ ઍરિશિયન સી” (ઈ.સ.ની ૧લી સદી)માં ગુજરાતીઓની વેપારી પ્રવૃત્તિઓ વિશે વર્ણન કરેલું છે. બર્યગાઝા (ભરૂચ-દક્ષિણ ગુજરાત), સોપારા (મુંબઈ પાસે), દ્વારકા, વેરાવળ વગેરે ગુજરાતના બંદરોએથી ગુજરાતીઓ પ્રાચીન ગ્રીસ અને રોમ સાથે વેપાર કરતા. ઈ.સ.ની ૫ મી સદીમાં ભરૂચ અને સોપારામાં જૈન સાધુઓ અને વણિક વેપારીઓની મોટી વસાહત હતી અને આ વેપારીઓ સુમાત્રા, શ્રીલંકા, હોરમુઝ, એડન, ચીન વગેરે દેશોમાં વેપાર માટે જતા.
સોલંકી કાલ (ઈ.સ. ૯૪૨-૧૩૦૪) દરમિયાન ગુજરાતમાં ભરૂચ, ખંભાત, સોમનાથ, માંડવી, ભદ્રેશ્વર, દીવ, ઘોઘા અને પોરબંદર જેવાં વિકસિત બંદરો હતાં. સોલંકી કાલના પ્રસિદ્ધ કવિ સોમેશ્વરના “કીર્તિકૌમુદી' નામના સંસ્કૃત મહાકાવ્યમાં વાઘેલા રાણા વિરધવલના સમયમાં થયેલા વસ્તુપાલ અને તેજપાલ નામના જૈ જૈન મહામાત્યો અને વેપારીઓના ઉલ્લેખ આવે છે. વસ્તુપાલે સ્તંભતીર્થ (ખંભાત) બંદરનો વિકાસ કર્યો હતો. આ ઉપરાંત એણે વેલાકુલ-કરણ(બંદરખાતું)માં સુધારા કર્યા અને ખલાસીઓને પ્રોત્સાહન આપ્યું હતું. “કીર્તિકૌમુદી' (૪.૧૬) માં ખલાસીઓના કુટુંબીજનોના અપહરણ કરવાનો નિષેધ વસ્તુપાલે કર્યો હોવાનો નિર્દેશ છે.
सांयात्रिकजनो येन कुर्वाणो हरणं नृणाम् । निषिद्धस्तदभूदेष धर्मोदाहरणं भुवि ॥