________________
ભારતી શેલત
આ ગુજરાતી શિલાલેખો ખરબચડા ચૂનાના પથ્થરો ૫૨ કોતરેલા છે. હાલ એ Howlef ગામથી સો મિટર દૂર દરિયાકાંઠાના વિસ્તારમાં ઊભા સ્મારકરૂપે છત નીચે ચણી લેવામાં આવ્યા છે. પાંચ શિલાલેખોમાંના ત્રણ શિલાલેખ ( નં.૩, ૪ અને ૫) સારી રીતે જળવાયેલા છે, જ્યારે બે શિલાલેખ (નં. ૧ અને ૨) ખંડિત છે. શિલાલેખ નં.૩, ૪ અને ૫ ઊભા લંબગોળ પથ્થર પર કોતરેલા છે. શિલાલેખ નં.૧ ખરબચડા આડા સહેજ ગોળાકાર પથ્થર પર કોતરેલ છે. એનો ડાબી બાજુનો ભાગ સહેજ ખંડિત છે. શિલાલેખ નં.૨ નો માત્ર એક ખંડિત ટુકડો જ પ્રાપ્ત થયો છે. આબોહવાની અસરને લીધે નં.૪ અને ૫ ના અક્ષરો વધુ ઘસાયેલા લાગે છે.
150
SAMBODHI
ભાષા અને લિપિ :
આ પાંચે શિલાલેખ ઈ.સ.ની ૧૭મી-૧૮ મી સદીની જૂની ગુજરાતી ભાષામાં લખાયેલા છે. લેખ નં.૧ અને નં.૪ તત્કાલીન બોડિયા અક્ષરવાળી ગુજરાતી લિપિમાં કોતરેલા છે, જ્યારે નં.૨, ૩ અને ૫ સળંગ શિરોરેખાવાળી જૂની ગુજરાતી લિપિમાં કોતરેલા છે. ઈ.સ.ની ૧૭મી સદીથી સૌરાષ્ટ્રમાં મળતા ગુજરાતી ભાષાના શિલાલેખો અને પાળિયાલેખો બોડિયા અક્ષરવાળી ગુજરાતી લિપિ અથવા સળંગ શિરોરેખાવાળી ગુજરાતી લિપિમાં કોતરેલા મળે છે.૨
લિપિગત વિશેષતાઓ :
૧. ‘અ’ વર્ણમાં ઉત્તર ભારતીય દેવનાગરી લિપિના ડાબી તરફ ત્રિપાંખિયા ‘અ’ નો મરોડ જોવા મળે છે.
૨.' ના ગુજરાતી મોડમાં નીચેના ડાબી તરફના ખૂણા અને ઉપરના મધ્ય ભાગને ડાબી તરફ ગોળ આકાર અપાયો છે; જેમકે; ‘T’
.
૩. દીર્ઘ ‘’ ના મરોડમાં જમણી બાજુનું દીર્ઘ ૐ નું અંતર્ગત ચિહ્ન જમણી તરફ છેક નીચે સુધી ઉતારાયું છે; જેમકે ‘ફી ’ શિલાલેખ ૧.૬, ‘ તવાડ઼ી’, ‘અલ્તાફી’ ૩.૮, ‘ તવાફી’ ૩.૧૦, ‘માફી’ ૩.૧૫.
૪. પાંચ શિલાલેખોમાં ક્યાંય વિરામચિહ્નોનો પ્રયોગ થયો નથી.
૫. અંકચિહ્નો ગુજરાતી અંકચિહ્ન પદ્ધતિ અનુસાર કોતરેલાં છે.
૬. શિલાલેખ નં.૩ માં ૬, ૬, જેવા વર્ણ દેવનાગરી લિપિના પ્રયોજ્યા છે.
લહિયાની કેટલીક અશુદ્ધિઓ નજરે પડે છે; જેમકે વૌ ને સ્થાને વેડ (૧.૪), વહાળ ને સ્થાને વિજ્ઞાળ, ગોવિન્ ને સ્થાને જોવ૬ (૧.૧૮), નર ના સ્થાને તમર (૩.૨૧, ૪.૧૪) વગેરે.
શિલાલેખની મિતિ ઃ આ શિલાલેખોની મિતિમાં વિક્રમ સંવતનો પ્રયોગ થયો છે. આ સંવત ગુજરાતમાં ઈ.સ.ની ૭મી-૮મી સદીથી શિલાલેખોમાં પ્રયોજાયો છે. આ સંવતનો સહુથી પ્રથમ પ્રયોગ