________________
152
ભારતી શેલત
SAMBODHI
શિલાલેખનો સાર ઃ શિલાલેખનો આરંભ શ્રી ૧ ના મંગલ ચિહ્નથી થાય છે. કોઈ પણ પ્રકારનું નામું લખવાનો પ્રારંભ વેપારીઓ શ્રી ૧ થી કરે છે. લેખની મિતિ વિ.સં. ૧૭૭૫, જેઠ વદિ ૧, રવિવારની છે.
લેખમાં જણાવ્યા અનુસાર મિરજા બાફર ફત્તે રહેમાનીનું ઘોઘાનું ૨૦૧ ટનનું વહાણ વિ.સં. ૧૭૭૫, જેઠ વદિ ૧ ને રવિવારે ઘોઘા(ભાવનગર જિ.) બંદરેથી ઊપડ્યું અને ૪૯ દિવસે શિકોતર (સોકોત્રા) પહોંચ્યું. ત્યાં સહુ પાંચ માસ રહ્યા (પ.ર-૬). એમાં વહાણનો નાખુદા મહમદ હસન, કારભારી માલમ નાથા કસનદાસજી, વહાણનો કમાન્ડર ટંડેલ લીબડા કીકા, ઈસરચંદ માધવજી, વણિક ગોવિંદ ગણેશ, વણિક કિશરણદાસ (કિશનદાસ ?) વગેરે અલગ અલગ વર્ગના માણસો વહાણમાં હતા. (પં. ૭ થી ૯). વેપારીઓનાં નામ પરથી એમની જાતિ અને જ્ઞાતિનો પરિચય થાય છે. માધવજી, ગોવિંદજી, ઈશ્વરચંદ, ગણેશ, કિસનદાસ વગેરે વણિક હોવાનું જણાય છે. પં.૧૦ થી ૧૨ માં વહાણ પરના સોદાગરના ૫, લશ્કરના ૨૬, વેપારીઓ ૧૮, ફકીરો ૨૨ અને ભડલીઓ (બંદરના મજૂરો) ૪૦, ઘાંચીઓ ૧૩ની સંખ્યામાં હતા. કુલ મળીને વહાણ પરની વ્યક્તિઓની સંખ્યા ૧૨૪ની થાય.
શિલાલેખ નં.૨ (ખંડિત ટુકડો)
પાઠ ૧. - - - ત્રિમ સવી [૨] ૨. - - તડત તારૂં અહીમાં 3. धनजी तथा वसभ ४. तथा नाखुदा १३ सबर ૫. નાવતી માં ६. जमले सोदागर ૭. વીસ() [મત્તે*] ૮. ન નમિને*].
પંક્તિ ૪ : નાખુદા - વહાણનો કમાન્ડર (મુખ્ય ખલાસી)-સુકાની પંક્તિ ૫ : નાવાત મૌદ = નાવની અંદર. પંક્તિ ૬ : જમલે - બધા મળીને.
પંક્તિ ૭ : લશકર - લશ્કર.
શિલાલેખનો સાર: ખંડિત શિલાલેખનો મધ્યનો અને અંતનો ભાગ પ્રાપ્ત થયો છે. મિતિવાળો ભાગ ખંડિત છે. આ ખંડિત ભાગમાં વહાણના સુકાની, ટંડેલ, સોદાગર વગેરેનાં કેટલાંક નામ મળે છે. વહાણ ઉપરની વ્યક્તિઓમાં નાખુદા, સોદાગર અને લશ્કરના માણસોનો સમાવેશ થયેલો છે.