Book Title: Sambodh Saptati Part 01 Author(s): Ratnashekharsuri, Kalyanbodhisuri Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 8
________________ આવ્યો, એ જ પ્રશ્ન છે. પ્રસ્તુત ગ્રંથના રચયિતા છે પૂ.પૂ. આચાર્યદેવ શ્રી જયશેખરસૂરિ મહારાજા, જેઓ શ્રી રત્નશેખરસૂરિ નામે પણ પ્રસિદ્ધ થયા છે. ગ્રંથના પ્રારંભમાં જ તેઓશ્રીએ નિખાલસભાવે જણાવ્યું છે કે હું ઉદ્ધાર ગાથાઓ વડે આ ગ્રંથની રચના કરું છું.” આ જ પ્રતિજ્ઞાનો નિર્વાહ કરતા તેમણે આગમો તથા પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજા આદિ પૂર્વાચાર્યોના ગ્રંથોમાંથી ઉદ્ધત કરેલી ગાથાઓનો સુંદર સંગ્રહ કર્યો છે. તેમના આ ઉપકારને વિનમ્રભાવથી વંદન કરું છું. ગાથાઓનું મૂળસ્થાન નિશ્ચિતરૂપે કહેવું કઠિન છે. કારણ કે જેને મૂળસ્થાન માનવામાં આવે, તે ગ્રંથમાં પણ પૂર્વવર્તી ગ્રંથોમાંથી તે ગાથા ઉદ્ધત કરવામાં આવી હોય, એ સુસંભવિત છે. માટે જ એના આધારે પૂર્વાચાર્યોમાં - ‘આ પહેલા થયા અને આ પછી” – એવો પૂર્વાપરત્વનો નિર્ણય કરવો પણ સરળ નથી. તે ગાથાઓ વર્તમાનમાં જે ગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે, તે ગ્રંથોને ગુર્જર ટીકામાં દર્શાવ્યા છે. પણ તેના પરથી એમ ન સમજી લેવું કે એ ગ્રંથો જ એ ગાથાના મૂળસ્થાન છે. વળી કેટલીક ગાથાઓ તો અન્ય કોઈ ગ્રંથોમાં જોવા નથી મળી. તેથી શક્ય છે કે વર્તમાનમાં તે ગાથાઓ માત્ર પ્રસ્તુત ગ્રંથમાં જ હોય. આના પરથી ગ્રંથકારશ્રીએ કરેલા ઉપકારની અનુભૂતિ તો થાય જ છે, સાથે સાથે ‘સંગ્રહ'ની પણ મહત્તા સમજાય છે. સંગ્રહ એ નવસર્જનથી જરાય ઉતરતી વસ્તુ નથી, એવું લાગ્યા વિના રહેતું નથી. ટીકાકારશ્રી વાચનાચાર્ય ગુણવિનયજી મ.સા. એ આ ગ્રંથ પર ટીકા લખીને તેની ગરિમા વધારી છે. ટીકાકારશ્રીએ એક એક પદ પર ઊંડાણ ખેડીને અનેક સાક્ષીપાઠો આપ્યા છે, એટલું જ નહીં, અનેક સ્થળે સાક્ષીપાઠોની પણ ટીકાના ઉદ્ધરણો પ્રસ્તુત કર્યા છે. ટીકાકારશ્રી ખરતરગચ્છની પરંપરામાં થયા હતા. તેમના ગચ્છની સામાચારી અને માન્યતાનો આ ટીકામાં ક્યાંક ક્યાંક ઉલ્લેખ જોવા મળે છે. આગમિક પદાર્થોના અર્થઘટનના ભેદને કારણે જ્યાં માન્યતાભેદ આવે છે, તેવા બેત્રણ સ્થાનોમાં પૂર્વસંપાદકશ્રીએ ટિપ્પણો દ્વારા સમાધાન કર્યું છે. જેને પ્રસ્તુત સંપાદનમાં પણ સાનુવાદ રજુ કર્યું છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 280