Book Title: Sambodh Saptati Part 01 Author(s): Ratnashekharsuri, Kalyanbodhisuri Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 7
________________ (સંજુ મા મુદ] એક વાર એક શહેરની મોટી લાઈબ્રેરીમાં જવાનું થયું. લાખો પુસ્તકો ધરાવતી એ લાઈબ્રેરીમાં વિષય મુજબ વિભાગો પાડેલા હતાં. ધર્મ-સમાજરાજ્ય-ઈતિહાસ આદિ અનેક વિષયોના વિભાગોમાં એક વિભાગ હતો અર્થશાસ્ત્રનો. લાઈબ્રેરીનો ઘણો મોટો ભાગ એ વિભાગે રોકેલો હતો. એ જોઈને વિચાર આવ્યો કે આટલા બધા... અધધધ થઈ જાય એટલા બધા પુસ્તકો... કરોડો કરોડો પાનાઓ ભરીને લખાણ... પણ એ બધાનું તાત્પર્ય શું ? અર્થોપાર્જન કેમ કરવું ? How to earn money ? જ્યારે આ પ્રસ્તાવના લખી રહ્યો છું, ત્યારે વિચાર આવે છે કે અબજો અબજો અબજો પાના ભરાઈ જાય એવી વિરાટ દ્વાદશાંગીનું તાત્પર્ય શું ? પ્રભુ વીરે ચંડકૌશિકને જે ઉપદેશ આપ્યો હતો - વુન્ન વુક્સ' એ જ ને ? તું એક વાર બોધ પામ, તું એક વાર જાગ, બસ... પછી તને કાંઈ કહેવાનું રહેતું નથી. ભડકે બળતા ઘરમાં ભર નિદ્રામાં પોઢેલી વ્યક્તિને ભાગવાનું કહેવાનું હોય ? કે જાગવાનું કહેવાનું હોય ? બસ... એક વાર એ જાગી જાય, એટલે એને ભાગી જતા તો કાચી સેકન્ડની ય વાર લાગવાની નથી. - આ જ આશયથી શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે - જે નીવે ! પૃષ્ણ માં મુન્ન – રે જીવ ! તું જાગ, તું તારી મોહનિદ્રાને ખંખેરી નાખ. શાસ્ત્રકારોનું તો એક જ લક્ષ્ય છે કે અનાદિકાળથી મોહનિદ્રામાં પોઢેલો જીવ સફાળો બેઠો થઈ જાય. આ જ લક્ષ્યને પોતાના નામથી જ જણાવી દેતો ગ્રંથ એટલે સંબોધસપ્તતિ. | ‘ગાગરમાં સાગર’ કહો, ‘એક વચનથી અજવાળું' કહો, કે ‘શોર્ટ એન્ડ સ્વીટ’ કહો. માત્ર પંચોતેર ગાથાના આ ગ્રંથમાં કયો વિષય નથીPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 280