________________
સમાધિમરણ
વણાગ નટવર રાજા અને તેના સારથિનું વ્રત-“શ્રેણિક પછી એક મહાયુદ્ધ થયું. તેમાં આખા ભારતના રાજાઓ બે ભાગમાં વહેંચાઈ ગયા. એક બાજુ ચેડારાજા અને બીજી બાજુ કોણિકરાજા હતો. ચેડારાજા સય્યદ્રષ્ટિ. રોજ વારા પ્રમાણે યુદ્ધમાં જાય. એક દિવસે ચેડા રાજાનો મિત્ર વણાગ નટવર રાજા હતો, તેનો વારો આવ્યો. તે ભક્ત હતો. પહેલાં તે પોતાના ગુરુ પાસે ગયો. ગુરુએ કહ્યું કે તું ત્યાં કોઈ પ્રકારનો આગ્રહ રાખીશ નહીં કે હું ક્ષત્રિય છું; માટે મારે મરણ થાય ત્યાં સુધી લડવું જોઈએ. મરણ થશે એવું લાગે ત્યારે યુદ્ધમાંથી એક તરફ આવી જઈ સમાધિમરણ કરજે. પછી બોધ આપ્યો.”
- 16 1S
હOUTwી
સારથિએ વિચાર્યું કે રાજાને જે ગુરુ કહે તે મને પણ માન્ય “તે રાજાનો સારથિ હતો તે બહાર બેઠો હતો, તે બધું સાંભળે. તેના મનમાં થયું કે આને ગુરુ કંઈક આત્મહિત થાય એવું કહે છે, માટે મારે પણ એ કરે એમ જ કરવું. ભલે મને ખબર નથી પણ એ જ્યારે યુદ્ધથી બહાર આવશે ત્યારે એ કરશે તેમ મારે પણ કરવું. પછી તે રાજા યુદ્ધમાં ગયો. ત્યાં સામો એક રાજા તેનાથી લડવા આવ્યો. પેલો કહે તું પહેલાં બાણ છોડ. આ રાજા જે ભક્ત હતો, તેણે કહ્યું કે હું કોઈને મારવા આવ્યો નથી, હું તો મારી રક્ષા કરવા આવ્યો છું. પેલાએ જાણ્યું કે આ ક્યાંથી બાયલો આવ્યો! પછી પાંચ બાણ રાજાને, પાંચ બાણ સારથિને અને પાંચ પાંચ બાણ ઘોડાઓને માર્યા. તે ભક્તરાજાએ સારથિને કહ્યું કે રથને એક તરફ લઈ જા. તે