________________
સમાધિમરણ
વૈરાગ્ય નથી એટલે આ નાશવંત વસ્તુઓમાં રોકાઈ રહ્યો છે. વૈરાગ્ય હોય તો આશ્રય રહે. વૈરાગ્ય એ મોક્ષમાર્ગનો ભોમિયો છે.” (બો.૧ પૃ.૬૯૭)
એવા પ્રકારનું સમાધિમરણ તો આપણે અવશ્ય કરવું છે. તેના માટે જે જે આરાધના શ્રી ગુરુ કે જ્ઞાનીપુરુષ બતાવે તે પ્રમાણે અવશ્ય કરવી છે. સમાધિમરણ માટે માળા ફેરવે તો મૃત્યુ મહોત્સવરૂપ લાગે
પ. પૂ. પ્રભુશ્રીજીએ દિવાળીપર્વ ઊજવવા ફરમાવ્યું છે તેનું ફળ સમાધિમરણ છેજ. જેમ મયણા સતીએ શ્રીપાલનો કોઢ જવાનો ઉપાય ગુરુમુખે સાંભળી આદર્યો તો ઇચ્છિત પ્રાપ્તિ થઈ; તેમ જેને સમાધિમરણ પ્રાપ્ત કરવું હોય તે આ દિવાળીપર્વ વર્ષમાં એક વખત આદરે તો સમાધિમરણની પ્રાપ્તિ થાય તેવું તેમાં દૈવત રહેલું છેજી. સામાયિક લઈને બેઠા હોઈએ તેમ સામટી ૩૬ માળા ન ફેરવાય તો ૧૮ માળા કે ૨૨ માળા પ્રથમ ફેરવી, થોડો વખત જવા
દઈ અનુકૂળતાએ ફરી ૧૮ માળા કે બાકીની પૂરી કરવી. મૃત્યુ મહોત્સવરૂપ લાગશે.” (બો.૩ પૃ.૬૦૫).
કેમકે સમાધિમરણ માટે આરાધના કરી હશે તો મનમાં મૃત્યુ સમયે પરમ સંતોષભાવ રહેશે અને મૃત્યુ મહોત્સવરૂપ લાગશે.
કષાયનો કચરો કાઠી જ્ઞાન દીવો પ્રગટાવવો લોકો જેમ દિવાળી આવે ત્યારે ઘર વગેરે સાફ કરે છે, દીવા કરે છે; તેવી રીતે આપણે અંતરથી કષાયાદિ કચરો કાઢી આત્માને નિર્મળ કરી અંતરમાં જ્ઞાન દીવો પ્રગટ કરવાનો છે.” (બો.૧ પૃ.૪૨૦)
લૌકિકમાં દિવાળીના દિવસોમાં સારું સારું ખાવાનું બનાવે, સારાં કપડાં પહેરે અને દિવાળીના દિવસે લક્ષ્મીદેવીની પૂજા કરે અને ચોપડા પૂજન કરે છે. તેથી મિથ્યા માન્યતાને પોષણ મળે છે.
લક્ષ્મીદેવી મને ધન આપશે એ મિથ્યા માન્યતા છે. ધનની પ્રાપ્તિ તો પૂર્વ પુણ્યને આધીન છે, એમ ભગવાન મહાવીરનું કથન છે. અઢાર પાપસ્થાનકમાં સૌથી મોટું પાપ તે અઢારમું