________________
સમાધિમરણ આરાધના માટે દીપાવલી પર્વ
સારથિ યુદ્ધભૂમિથી બહાર નદીના કાંઠે રથને લઈ ગયો. ત્યાં ઊતરીને ઘોડાનાં બાણ કાઢી નાખ્યા તે પ્રાણરહિત થયા. તેવી જ પોતાની દશા થશે એમ જાણી નદીની રેતમાં તે રાજા સૂઈ ગયો. સારથિ પણ જમીન ઉપરથી કાંકરા વગેરે સાફ કરી સૂતો. રાજાએ હાથ જોડ્યા. પેલા સારથિએ પણ હાથ જોડ્યા.
be
રાજા ભક્તિ કરવા મંડ્યો. પણ પેલા સારથિને ભક્તિ આવડે નહીં, એટલે તેણે ભાવના કરી કે હે ભગવન્! મને ભક્તિ તો આવડતી નથી, પણ એમને જે હો તે મને પણ હો. પછી રાજાએ બાણો કાઢ્યાં. સારથિએ પણ કાઢ્યાં. બન્નેના દેહ છૂટી ગયા. પેલા રાજાના પરિણામ નિર્મળ હોવાથી તે દેવલોકમાં ગયો. સારથિના પણ પરિણામ એટલા બધા નિર્મળ થઈ ગયા કે મહાવિદેહમાં જન્મ્યો. ત્યાં તેને સદ્ગુરુ મળ્યા અને તે જ ભવે મોક્ષે જશે અને પેલો દેવ તો હજી પછી જશે.” (બો.૧ પૃ.૯૯૬)
કૃપાળુદેવનો આશ્રય કરે તો તેમની જે ગતિ થઈ તેવી થાય “આશ્રય એ બહુ મોટી વાત છે. આશ્રય કરવા જેવો છે. કૃપાળુદેવનો આશ્રય હોય તો કૃપાળુદેવની જે ગતિ થઈ તે એની પણ થાય; પછી મોક્ષે જાય. આશ્રય એ બહુ મોટી વાત છે, પણ વૈરાગ્ય જોઈએ. આડા અવળીમાં ખેંચાઈ જાય તો જ્ઞાનીને ભૂલી જાય. વૈરાગ્ય લાવવો.