Book Title: Samadhimaran Author(s): Paras Jain Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 8
________________ સમાધિમરણ તે માટે પૂર્વે આચાર્ય ભગવંત પણ બાર વર્ષ પહેલા પોતાના આચાર્યપણાનો ત્યાગ કરી સમાધિમરણ માટેની તૈયારી કરતા હતા. સમાધિમરણની આરાધના ભાવપૂર્વક થાય તો મહાભાગ્યા “આ ભવમાં સમાધિમરણનો લાભ એ જ ખરી કમાણી છે. તેને માટે ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ ૩૬ માળાની યોજના દિવાળી ઉપર ગોઠવી છે તે ભાવપૂર્વક થાય તો જીવનાં અહોભાગ્ય ગણવા યોગ્ય છેજી. રોજ કંઈ ને કંઈ બાર ભાવનામાંથી વિચારી સમાધિમરણની સ્મૃતિ કરી આત્મશાંતિનો લાભ લેતા રહેવાની ટેવ પાડવા યોગ્ય છેજી. “આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં” એ કહેવત પ્રમાણે પોતે પુરુષાર્થ કરી મૂક્યો હશે તો આખરે બહારની મદદ મળો કે ન મળો પણ કરેલું ક્યાંય જવાનું નથી. આખર વખતે તે ગુણ દેશે. માટે પૈસાટકાની ચિંતા ઘટાડી પ્રેમપૂર્વક ભક્તિમાં વૃદ્ધિ થાય તેની કાળજી રાખતા રહેવા વિનંતી છેજી.” (બો.૩ પત્રાંકે પ૬૨) પોતાનો કરેલો પુરુષાર્થ આખર વખતે કામ આવે શ્રી પાનબેનનું દૃષ્ટાંત–અગાસ આશ્રમમાં એક પાનબેન હતા. તેઓ એકલા હતા. એમણે સ્મરણમંત્રનો અભ્યાસ ઘણો કરેલો. તેથી અંત સમયે પોતે એકલા જ પોતાના મુખે મંત્ર સ્મરણ બોલ્યા કરતા હતા. તેઓ કાને ઓછું સાંભળતા. આપણે બોલીએ તે સાંભળે કે નહીં પણ પોતે તો મંત્રનું રટણ કર્યા જ કરતા હતા. એમ પોતાનો કરેલો અભ્યાસ આખર વખતે કામ આવે છે અને મરણને સુધારી દે છે. * * *Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 351