Book Title: Samadhimaran
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 6
________________ સમાધિમરણ માટે તેવા શ્રી સદ્ગુરુ ભગવંતના ચરણકમળમાં હું વારંવાર નમસ્કાર કરું છું. હવે– સમાધિમરણ પ્રાપ્ત કરવાનો ઉપાય શું? રત્નત્રયની આરાધના એ સમાધિમરણ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર એ રત્નત્રય છે સચદર્શનજ્ઞાનવરિત્રાણિ મોક્ષમાર્ક:”- સમ્યદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્મચારિત્ર એ જ મોક્ષનો માર્ગ છે, અથવા સ્વરૂપ સ્થિરતા કે સમાધિમરણ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. એને રત્નત્રય પણ કહે છે. એ રત્નત્રયની આરાધના વિના જીવ સમાધિમરણ કરી શકે નહીં. એની આરાધના માટે પ્રથમ વ્યવહાર રત્નત્રયરૂપ સમ્યકજ્ઞાન મેળવવું. સત્પરુષનો બોધ તે સમ્યકજ્ઞાન છે. તેને ખૂબ વાંચી વિચારીને ભગવાને કહેલ આત્મતત્ત્વ કે સાતતત્ત્વ કે છ પદની શ્રદ્ધા દૃઢ કરવી તે વ્યવહાર સમ્યક્રર્શન છે. શ્રદ્ધા કર્યા પછી જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તન કરવું તેનું નામ વ્યવહાર સમ્મચારિત્ર છે. એ રત્નત્રયની એકતાથી આ ભવે જીવનું સમાધિમરણ થઈ કાળાંતરે તેનો મોક્ષ થાય છે. એ રત્નત્રયને શાસ્ત્રમાં બોધિ પણ કહે છે. એ બોધિરૂપ રયણ એટલે રત્નની પ્રાપ્તિ વિના હું ચારગતિમાં અનંતકાળથી બહુ ભટક્યો. પણ હે નાથ! હવે હું ભાગ્યોદયે આપના શરણે આવ્યો છું. માટે ત્રિશલાનંદન પ્રભુ મહાવીર અથવા હે દેવાનંદન શ્રી પરમકૃપાળુદેવ! આપની પાસે શીશ નમાવીને આ રત્નત્રયરૂપ બોધિની માગણી કરું છું. તે કૃપા કરી મને આપો. જેથી મારા સર્વકાળના જન્મમરણના મુખ્ય દુઃખો સંપૂર્ણપણે નાશ પામે અને હું સર્વકાળને માટે ભવિષ્યમાં સદા સુખી થાઉં. એ ભાવ, પૂજામાં આવે છે કે – બોષિરાયણ વિણ હું બહુ ભટક્યો, હવે પ્રભુ શરણે આયો; ત્રિશલાનંદન બોધિભાવના, માગુ હું શીશ નમાયો; નાથ તેરો દર્શન દુર્લભ પાયો. દેવાનંદન બોધિભાવના, માગુ હું શીશ નમાયો; નાથ તેરો દર્શન દુર્લભ પાયો. હારે મોકું કર્મ નઠારે નચાયો, નાથ તેરો દર્શન દુર્લભ પાયો.” હે નાથ! મને નઠારા કર્મોએ ચારગતિમાં અનેક વેષ ધારણ કરાવીને બહુ નચાવ્યો. માટે હું તારા દર્શનને આ ભવમાં અતિ દુર્લભતાથી પામ્યો છું. હવે – “ભગવાનની પાસે બોધિ અને સમાધિ એ બે માગે છે.” (બો.૧ - ૧૯૬) બોધિ સમાધિ જ યાચતો, પ્રણમું શ્રી ગુરુરાજ; પૂજ્યપાદ શરણે ફળો, સફળ જીવન મુજ કાજ.” સમાધિશતક બોધિથી રત્નત્રયની પ્રાપ્તિ થાય અને મરતી વખતે તે છૂટી ન જાય, અને સાચવીને સાથે લઈ જાય તે સમાધિ છે.” (બો.૧ પૃ.૧૯૬)

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 351