________________
ધર્મોને શો સંબંધ છે; તત્વ જો સ્કંધરૂપે હોય તે તેના અવયવોથી તેને ભિન્ન માનવું કે અભિને; વળી તત્વ વચનગાચર છે કે વચનાતીત આવા અનેક પ્રશ્નો તત્વચર્ચાના મુખ્ય વિષયો હતા. અને દાર્શનિકમાં આ બાબતમાં અનેક મત પ્રવર્તતા હતા. તેમાં જૈન દાર્શનિએ આગમગત તત્વવિચારણાને ભૂમિકારૂપે સ્વીકારીને અનેકાંતવાદની સ્થાપના કરી, અને સપ્તભંગીના સિદ્ધાંતને અનુસરીને તત્વમાં તથાકથિત બે વિરોધી ધર્મો પણ સંભવી શકે છે એમ પ્રરૂપણ કરી. આથી તેઓએ તત્વને અસ્તિનાસ્તિ, એક-અનેક નિત્ય-અનિત્ય, ભિન્ન-અભિન, વાચ્ય-અવાચ્ય એમ બે વિરોધી ધર્મની ભૂમિરૂપ સ્વીકાર્યું છે અને એમ કરી સાંખ્યસંમત એકાંત ભાવરૂપ અને શૂન્યવાદી સંમત અભાવસ્વરૂપને વિરોધ કરી તેને ભાવાભાવ સ્વરૂપ રવીકાર્યું. વેદાંતસંમત બ્રહ્માદ્વૈત, યોગાચારસંમત જ્ઞાનાત કે ચિત્રાત, માધ્યમિક્સંમત શૂન્યાત, વૈયાકરણસંમત શબ્દાદ્વૈત-આદિ અદ્વૈતવાદોને વિરોધ કર્યો અને તત્વ તે એક અને અનેકરૂપ છે એમ સિદ્ધ કર્યું. વળી, વસ્તુ તત્વને અદ્વૈત વેદાંતનાં એકાંત અનિત્ય, તે અમુક વસ્તુને એકાંત નિત્ય અને અમુકને એકાંત અનિત્ય એમ નૈયાયિક-વૈશેષિક દ્વારા મનાયું હતું. તેને પણ વિરોધ કરીને વસ્તુતત્વને નિત્ય અને અનિત્ય માનવામાં આવ્યું. વળી, યોગાચાર બૌદ્ધોએ માન્યું હતું કે વસ્તુ તે વચનાગોચર છે અને ભતૃહરિએ પ્રતિપાદિત કર્યું હતું કે તે સર્વથા વાચ્ય જ છે. તેને વિરોધ કરીને વસ્તુતવને વાચ્ય અને અવાચ્ય સિદ્ધ કરવામાં આવ્યું. આમ અનેક વિરોધી ધમૅની ભૂમિરૂપ વસ્તુતત્વ છે એમ અનેકાંતવાદની સ્થાપના દ્વારા જૈન દાર્શનિકે એ સિદ્ધ કર્યું. તેમની આ સ્થાપનામાં સાંખ્ય અને મીમાંસકોએ પણ તેમને સહાય કરી છે. તેમની અને જૈનેની વચ્ચે ભેદ એ છે કે જૈનેને એનેકાંતવાદ એ સર્વવ્યાપી સિદ્ધાન્ત છે, જ્યારે સાંખ્યમાં પ્રકૃતિ પરિણામી નિત્ય મનાઈ હતી પરંતુ પુરુષ તે ફૂટ જ મનાયો હતો અને બીજી બાબતોમાં જેવી કે ભેદભેદ, - એકાનેક ઈત્યાદિમાં તેઓ મૌન હતા. મીમાંસકે વિષે પણ કહી શકાય કે તેઓ પણ
અનેકાંતવાદમાં એક હદ સુધી આગળ વધ્યા હતા પણ વસ્તુ અનેકાત્મક છે એમ સર્વવ્યાપી સિદ્ધાંત સ્થાપી શક્યા ન હતા. આથી આ ક્ષેત્રમાં જેને જ મુખ્યરૂપે અનેકાંતવાદી કરે છે. જો કે આચાર્ય શાંતરક્ષિતે સાંખ્ય-જૈન અને મીમાંસક એ ત્રણેને સમાવેશ અનેકાંતવાદીઓમાં કર્યો છે છતાં પણ જે પ્રકારનો અનેકાંતવાદને વિકાસ જેનેએ કર્યો તે પ્રકારને સાંખ્યા અને મીમાંસમાં નથી એ સ્પષ્ટ છે.
પ્રમાણુનું ફલ–
.
. .
નિયાયિક–વૈશેષિકે ભેદવાદી છે એટલે તેમને મતે ક્રિયા કરણ, કર્તા, કર્મ એ . બધાને અત્યંત ભેદ જ હોય, સામે પક્ષે યોગાચાર બૌદ્ધો માત્ર વિજ્ઞાનનું જ અસ્તિત્વ
સ્વીકારતા હોઈ તેમને અત્યંત ભેદનો સ્વીકાર પાલવે તેમ હતું નહિ. આ વસ્તુવિચારો પડ પ્રમાણ અને તેના ફલના વિચારમાં પણ પડ્યો છે તેથી નિયાયિક વગેરે પ્રમાણ અને તેના કલને અત્યંત ભિન્ન માને છે. જ્યારે બોદ્ધો તેને અભેદ સ્વીકારે છે. આમાં જેનોએ ભેદભેદ સ્વીકારી પોતાના વાદની માન્યતાને આગળ ધરી છે. આની વિશેષ ચર્ચા તે જિજ્ઞાસુએ તે પ્રકરણમાં જ જોઈ લેવી જોઈએ.