Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર त्यक्त्वा प्रणश्य गतः, वटतले बटुकं दृष्ट्वा तस्मान्मंत्रं गृहीत्वा निःशंकितेन तेन विधिनैकवारेण सर्वशिक्यं छिन्नं शस्त्रोपरि पतित: सिद्धया विद्यया भणितं-ममादेशं देहीति। तेनोक्तं-जिनदत्तश्रेष्ठिपार्वे मां नयेति। ततः सुदर्शनमेरुचैत्यालये जिनदत्तस्याग्रे नीत्वा स्थितः। पूर्ववृत्तांतं कथयित्वा तेन भणितं-यथेयं सिद्धा भवदुपदेशेन तथा परलोकसिद्धावप्युपदेहीति। ततश्चारणमुनिसन्निधौ तपो गृहीत्वा कैलासे केवलपुत्पाद्य મોક્ષ થતા ?
निःकांक्षितत्त्वेऽनंतमतीदृष्टांतोऽस्याः कथा। अंगदेशे चंपानगरर्या राजा वसुवर्धनो राज्ञी लक्ष्मीमती। श्रेष्ठी प्रियदत्तस्तद्भार्या अंगवती पुत्र्यनंतमती। नंदीश्वराष्टम्यां श्रेष्टीना धर्मकीर्त्याचार्यपादमूलेऽष्टदिनानि ब्रह्मचर्य गृहीतं। क्रिडयाऽनंतमती च ग्राहिता। अन्यदा संप्रदानकालेऽनंतमत्योक्तं-तात! હારને ત્યજીને નાસી ગયો. વડની નીચે બટુકને જોઈને તેની પાસેથી મંત્ર ગ્રહણ કરીને નિઃશંક થઈ તેણે વિધિપૂર્વક એકીવખતે શીકાને છેદી નાખ્યું અને શસ્ત્રો ઉપર પડવા જતાં તે વિદ્યા સિદ્ધ થઈ. સિદ્ધ થયેલી વિદ્યાએ કહ્યું: “મને આદેશ આપો.”
તેણે (ચોરે) કહ્યું: “મને જિનદત્ત શેઠની પાસે લઈ જા.”
પછી સુદર્શન મેરુના ચૈત્યાલયમાં જિનદત્ત શેઠની બાજુમાં લઈ જઈને તેને ખડો કરવામાં આવ્યો. પૂર્વવૃતાંત કહીને તેણે (ચોરે) કહ્યું: “જેમ આ વિધા તમારા ઉપદેશથી સિદ્ધ થઈ તેમ પરલોકની સિદ્ધિના વિષયમાં ઉપદેશ આપો.
પછી ચારણમુનિની સમીપમાં તપ ગ્રહણ કરી કૈલાસ (પર્વત) ઉપર કેવળજ્ઞાન ઉત્પન્ન કરી તે (ચોર) મોક્ષે ગયો. ૧. નિઃકાંક્ષિતણજ્ઞામાં અનંતમતીનું દષ્ટાંત છે તેની કથા
કથા ૨ : અનંતમતી અંગ દેશમાં ચંપાનગરીમાં વસુવર્ધન રાજા હતો. તેની રાણીનું નામ લક્ષ્મીવતી હતું. (ત્યાં) પ્રિયદત્ત શેઠ હતો, તેની સ્ત્રીનું નામ અંગવતી અને પુત્રીનું નામ અનંતમતી હતું. નંદીશ્વર અષ્ટાલ્લિકામાં શેઠ ધર્મકીર્તિ આચાર્યના પાદમૂલમાં આઠ દિવસ માટે બ્રહ્મચર્ય ગ્રહણ કર્યું. અને શેઠે રમતમાં અનંતમતીને પણ બ્રહ્મચર્યવ્રત
. બૃત ફત્યન્યત્રી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com