Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
૭૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર दर्शयेत् न' च गर्वितेन तेन दर्शितः। ततो ग्रहिलो भूत्वा सभायां स्वयमेव तं दृष्ट्वा आशीर्वादं दत्वा सर्वशास्त्रकुशलत्वं प्रकाश्य मंत्रिपदं लब्धवान्। तं तथाभूतमालोक्य सुभूतिमामो यज्ञदत्तां पुत्रीं परिणेतुं दत्तवान्। एकदा तस्या गर्भिण्या वर्षाकाले आम्रफलभक्षणे दोहलको जातः। ततः सोमदत्तेन तान्युद्यानवने अन्वेषयता यत्राम्रवृक्ष सुमित्राचार्यो योगं गृहीतवांस्तं नानाफलैः फलितं दृष्टवां तस्मात्तान्यादाय पुरुषहस्ते प्रेषितवान्। स्वयं च धर्म श्रुत्वा निर्विण्णस्तपो गृहीत्वा आगममधीत्य परिणतो भूत्वा नाभिगिरौ आतपनेन स्थितः। यज्ञदत्ता च पुत्रं प्रसूता तं वृत्तान्तं श्रुत्वा बंधुसमीपं गता। तस्य शुद्धिं ज्ञात्वा बन्धुभिः सह नामिगिरिं गत्वा तमातपनस्थमालोक्यातिकोपात्तत्पादोपरि बालकं धृत्वा दुर्वचनानि दत्वा गृहं गता। अत्र प्रस्तावे दिवाकरदेवनामा विद्याधरोऽमरावतीपुर्याः पुरन्दरनाम्ना लघुभ्रात्रा राज्यान्निर्घाटितः। सकलत्रो
કરાવી. તેથી તે ગ્રહિલ (જક્કી) બનીને પોતે જ સભામાં જઈને તેની મુલાકાત લીધી. તેને આશીર્વાદ આપી, સર્વ શાસ્ત્રોમાં નિપુણતા બતાવી અને મંત્રીપદ પ્રાપ્ત કર્યું. તેને આવો જોઈને સુભૂતિ મામાએ (પોતાની) પુત્રી યજ્ઞદત્તા તેની સાથે પરણાવી.
એક દિવસ તેની ગર્ભવતી સ્ત્રીને વર્ષાકાલમાં (ચોમાસામાં) કેરી ખાવાનો દોહદ થયો. પછી સોમદત્ત ઉદ્યાન વનની અંદર ફળોની તપાસ કરતાં જે આમ્રવૃક્ષની નીચે સુમિત્રાચાર્યે યોગ ધારણ કર્યો હતો તેને વિવિધ ફળોથી ફલિત જોઈ તેમાંથી (તે વૃક્ષ ઉપરથી) તે (ફળો) લઈને (કોઈ ) પુરુષ સાથે મોકલી આપ્યાં અને પોતે ધર્મશ્રવણ કરીને ઉદાસીન થયો અને તપ ગ્રહણ કરીને, આગમનો અભ્યાસ કરીને બહુ પરિપકવ બની નાભિ પર્વત ઉપર આતપન આદરીને રહ્યો.
યજ્ઞદત્તાએ પુત્રને જન્મ આપ્યો. પતિ મુનિ થવાના સમાચાર સાંભળીને તે તેના ભાઈઓ પાસે ચાલી ગઈ. તેની (પુત્રની) શુદ્ધિ જાણીને તે ભાઈઓ સાથે નાભિ પર્વત પર ગઈ અને ત્યાં તેને આતપન યોગમાં બેઠેલો જોઈ, ઘણા કોપથી તેના પગ ઉપર બાળકને રાખીને તથા દુર્વચનો કહીને તે ઘેર ગઈ.
આ દરમિયાન દિવાકરદેવ નામના વિદ્યાધરે અમરાવતીપુરીના પુરંદર નામના નાનાભાઈને રાજ્યમાંથી કાઢી મૂક્યો. તે તેની સ્ત્રી સાથે મુનિને વંદના કરવા આવ્યો. . વર્ષમતે ૨a,T,વય ઘા રૂ. ૧, ૩, ૪, તેન ગર્વિતન ન વર્શિત: ઘI રૂ. મુવિખ્યા: મૂત્રપાd:
8 તું , ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com