Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ ભગવાન શ્રી કુંદકુંદगच्छतो यत्प्रयोजयति न च। कुतः ? ‘पापभीतेः' पापोपार्जनभयात् न पुनः नृपत्यादिभयात्। न केवलं सा परदारनिवृत्तिरेवोच्यते किन्तु 'स्वदारसन्तोषनामापि' स्वदारेषु सन्तोषः स्वदारसन्तोषस्तन्नाम यस्याः ।। ५९।।
સ્વયં રમતો નથી) તથા “પSIન' બીજાઓને પરસ્ત્રી લંપટ પુરુષોને મોકલતો નથી, પરસ્ત્રી પાસે જવા કોઈને પ્રેરતો નથી. શાથી? “પાપમૌતે:' -પાપના ભયથી, (પાપ ઉપાર્જન કરવાના ભયથી), પણ નહિ કે રાજાદિના ભયથી, તેને કેવલ પરસ્ત્રી ત્યાગ કહેતા નથી કિન્તુ “સ્વવારસંતોષનામપિ' સ્વદારસંતોષ નામનું (સ્વસ્ત્રીમાં સંતોષ નામનું ) અણુવ્રત પણ કહે છે.
ભાવાર્થ :- જે પાપના ભયથી નહિ કે રાજાદિના ભયથી ન તો સ્વયં પરસ્ત્રીને ભોગવે છે અને ન તો લંપટ પુરુષો દ્વારા ભોગવાવે છે, તેની તે ક્રિયા પરદારનિવૃત્તિ યા સ્વદારસંતોષ નામનું બ્રહ્મચર્યાણુવ્રત કહેવાય છે.
જેને સ્વસ્ત્રીથી સંતોષ હોય છે તેને પરસ્ત્રીત્યાગ સ્વયં હોય છે. જેમ પુરુષ સંબંધી બ્રહ્મચર્યાવ્રત છે, તેમ સ્ત્રીસંબંધી પણ બ્રહ્મચર્યાણુવ્રત સમજવું અર્થાત્ સ્ત્રીએ સ્વયં પર પુરુષ સાથે રમવું નહિ અને અન્ય સ્ત્રીને તેમ કરવા પ્રેરવી નહિ.
વિશેષ પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદના પરિણમનરૂપ રાગભાવ (પ્રમાદ) સહિતના યોગથી સ્ત્રી-પુરુષ મળીને કામસેવનનો ભાવ કરવો તે કુશીલ છે. તેમાં પ્રાણીવધનો સર્વત્ર સદ્ભાવ હોવાથી હિંસા થાય છે.
સ્ત્રીની યોનિ, નાભિ, કુચ (સ્તન) અને કાખમાં મનુષ્યાકારના અસંખ્ય પંચેન્દ્રિય જીવ ઉત્પન્ન થાય છે, તેથી સ્ત્રી સાથે કામસેવન કરવાથી આ જીવોની દ્રવ્યહિંસા થાય છે અને સ્ત્રી-પુરુષ બંનેને કામરૂપ પરિણામ થાય છે, તેનાથી તે બંનેને ભાવહિંસા થાય છે. પ૯.
* पुष्पमध्यगतो पाठः ग पुस्तके नास्ति। १. अपि तु ख ग पाठः। ૨. વેરચ પાત: ૩. જુઓ પુરુષાર્થસિદ્ધિ-ઉપાય ગુજરાતી આવૃત્તિ, શ્લોક ૧૦૭ અને તેનો ભાવાર્થ તથા શ્લોક ૧૦૮ થી ૧૧૦
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com