Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૨૭૭ मंत्रयित्वा पृथिवीचन्द्रमोचनार्थं वाराणस्यां सर्वत्रावारितसत्कारा वृषभसेनाराज्ञीनाम्ना कारितास्तेषु भोजनं कृत्वा कावेरीपत्तनं ये गतास्तेभ्यो ब्राह्मणादिभ्यस्तं वृत्तान्तमाकर्ण्य रुष्टया रूपवत्या भणिता वृषभसेने! त्वं मामपृच्छन्ती वाराणस्यां कथं सत्कारान् कारयसि ? तया भणितमहं न कारयामि किन्तु मम नाम्ना केनचित्कारणेन केनापि कारिताः। तेषां शुद्धिं कुरु त्वमिति चरपुरुषैः कृत्वा यथार्थ ज्ञात्वा तया वृषभसेनायाः सर्व कथितम्। तया च राजानं विज्ञाप्य मोचितः पृथ्विीचन्द्रः। तेन च चित्रफलके वृषभसेनोग्रसेनयो रूपे कारिते। तयोरधो निजरूपं सप्रणामं कारितम्। स फलकस्तयोर्दर्शितः भणिता च वृषभसेना राज्ञी-देवि! त्वं मम मातासि त्वत्प्रसादादिदं जन्म सफलं में जातं। तत उग्रसेनः सन्मानं दत्वा भणितवान्-त्वया मेध पिंगलस्योपरि गंतव्यमित्युक्त्वा स च ताभ्यां वाराणस्यां प्रेषितः। मेधपिंगलोऽप्येतदा
માટે વારાણસીમાં વૃષભસેના રાણીના નામે એવું ભોજનગૃહ ખોલાવ્યું કે જેમાં કોઈને માટે પ્રવેશ કરવાનો નિષેધ ન હતો. તેમાં ભોજન કરીને જેઓ કાવેરી નગરે ગયા હતા તે બ્રાહ્મણો આદિ પાસેથી તે વૃત્તાંત સાંભળીને કોપાયમાન થયેલી રૂપવતીએ કહ્યું, “હું વૃષભસેના! મને પૂછયા વગર તે વારાણસીમાં ભોજનગૃહ શા માટે કરાવ્યું છે?”
તેણે કહ્યું, “મેં ભોજનગૃહ કરાવ્યું નથી, પરંતુ મારા નામે કોઈને કોઈ કારણથી તે કરાવેલ છે, તમે તેનો પત્તો મેળવો.”
છૂપા પુરુષો દ્વારા યથાર્થ જાણીને તેણે (રૂપવતીએ) વૃષભસેનાને બધું કહ્યું અને તેણે રાજાને વિજ્ઞાપના ( વિનતી) કરી પૃથિવીચંદ્રને છોડાવ્યો.
તેણે (પૃથિવીચન્દ્ર) ચિત્રના પાટિયા ઉપર (ચિત્રબોર્ડ ઉપ૨) વૃષભસેના અને રાજા ઉગ્રસેન બંનેનું રૂપચિત્ર દોરાવ્યું અને તે બંનેની નીચે પ્રણામ કરતા એવા પોતાનું રૂપ ( ચિત્રો દોરાવ્યું. તે ચિત્રબોર્ડ તે બંનેને બતાવ્યું અને વૃષભસેનાને કહ્યું, “દેવી! તમે મારી માતા છો, તમારી કૃપાથી મારો આ જન્મ સફળ થયો.
પછી રાજા ઉગ્રસેન તેનું સન્માન કરી બોલ્યો, “તારે મેઘપિંગળ ઉપર ચડાઈ
કરવી ?
એમ કહીને તેને બંને સાથે વારાણસી મોકલ્યો. મેઘપિંગળ પણ એ સાંભળીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com