Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 323
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૨ રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદपर्वदिनेषु चतुर्ध्वपि मासे मासे स्वशक्तिमनिगुह्य। प्रोषधनियमविघायी प्रणिधिपर: प्रोषधानशनः।। १४०।। प्रोषधेनानशनमुपवासो यस्यासौ प्रोषधानशनः। किमनियमेनापि यः प्रोषधोपवासकारी सोऽपि प्रोषधानशनव्रतसम्पन्न इत्याह-प्रोषधनियमविधायी प्रोषधस्य नियमोऽवश्यंभावस्तं विदधातीत्येवंशील:। क्व तन्नियमविधायी ? पर्वदिनेषु चतुर्ध्वपि द्वयोश्चतुर्दश्योर्द्वयोश्चाष्टम्योरिति। किं चातुर्मासस्यादौ तद्विधायीत्याह-मासे मासे। किं कृत्वा ? स्वशक्तिमनिगुह्य तद्विधाने आत्मसामर्थ्यमप्रच्छाद्य। किंविशिष्ट: ? प्रणिधिपरः एकाग्रतां गतः शुभध्यानरत इत्यर्थः ।। १४०।। પ્રોષધ પ્રતિમાપારીનું લક્ષણ શ્લોક ૧૪૦ અન્વયાર્થ - [માસે માસે] પ્રત્યેક મહિને, [વત૬ ]િ ચારેય [પર્વતિનેy] પર્વના દિવસોમાં અર્થાત બે અષ્ટમી અને બે ચતુર્દશીના દિવસે [સ્વામિ] પોતાની શક્તિ [ નિહ્ય] છૂપાવ્યા વિના, [profપર:] એકાગ્ર થઈ અર્થાત્ ધર્મધ્યાનમાં રત થઈ [પ્રોષઘનિયમવિધાયી] નિયમપૂર્વક પ્રોષધોપવાસ કરનાર [ઘોષઘાનશન:] પ્રોષધોપવાસ પ્રતિમાધારી છે. ટીકા - “પ્રધાનશન:' જેને પ્રોષધપૂર્વક ઉપવાસ છે તે પ્રોષધોપવાસી છે. જે અનિયમથી પ્રોષધોપવાસ કરે છે તે શું પ્રોષધોપવાસ વ્રતથી યુક્ત છે. તે કહે છે પ્રોYધનિયમવિઘાયી' પ્રોષધનો નિયમ અર્થાત્ અવશ્ય કરવાનો ભાવ-તેને જે ધારણ કરે છે એવા સ્વભાવવાળો તે નિયમનું પાલન ક્યાં (ક્યારે) કરે છે? “પર્વતિનેનુ વતુર્વત્તિ' ચારેય પર્વના દિવસે અર્થાત્ બે ચતુર્દશી અને બે અષ્ટમીના દિવસે. શું તે ચતુર્માસની આદિમાં તે કરે છે, તે કહે છે-“માસે માસે' પ્રત્યેક મહિને (કરે છે). કઈ રીતે ? “સ્વશમિનિહ્ય’ તે કરવામાં આત્મશક્તિ છૂપાવ્યા વિના. કેવો થઈને? “પ્રાઘિપર:' એકાગ્ર થઈને શુભ ધ્યાનમાં રત થઈને એવો અર્થ છે. ભાવાર્થ :- જે દર મહિને બે અષ્ટમી અને બે ચતુર્દશીના દિવસે પોતાની શક્તિ છૂપાવ્યા વિના ધર્મધ્યાનમાં લીન થઈ નિયમથી-વિધિપૂર્વક નિરતિચાર પ્રોષધોપવાસ કરે છે. તે પ્રોષધપ્રતિમધારી કહેવાય છે. ૧૪૦. . પ્રાધિપર: ઘા ૨. પ્રોષધોપવાસના અતિચાર માટે જુઓ શ્લોક ૧૧૦ નીટીકા. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338