Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ ભગવાનશ્રીકુંદકુંદतत्राब्रह्मविरत्यणुव्रतान्नीली वणिकपुत्री पूजातिशयं प्राप्ता।
अस्याः कथा लाटदेशे भृगुकच्छपत्तने राजा वसुपालः। वणिग्जिनदत्तो भार्या जिनदत्ता पुत्री नीली अतिशयेन रूपवती। तत्रैवापरः श्रेष्ठी समुद्रदत्तो भार्या सागरदत्ता पुत्रः सागरदत्तः। एकदा महापूजायां वसन्तौ कायोत्सर्गेण संस्थितां सर्वाभरणविभूषितां नीलीमालोक्य सागरदत्तेनोक्तं किमेषापि देवता काचिदेतदाकर्ण्य तन्मित्रेण प्रियदत्तेन भणितं-जिनदत्तश्रेष्ठिन इयं पुत्री नीली। तदूपालोकनादतीवासक्तो भूत्वा कथमियं प्राप्यत इति तत्परिणयनचिन्तया दुर्बलो जातः। समुद्रदत्तेन चैतदाकर्ण्य भणितः- हे पुत्र! जैन मुकत्वा नान्यस्य जिनदत्तो ददातीमां पुत्रिकां परिणेतुं। ततस्तौ कपटश्रावको जातौ परिणीता च सा, ततः पुनस्तौ बुद्धभक्तौ जातौ, नील्याश्च पितृगृहे गमनલીધે નીલી નામની વણિકપુત્રી આદર-સત્કાર પામી.
૪. નીલી કથા લલાટ દેશમાં ભૃગુકચ્છ (ભરૂચ) નગરમાં વસુપાલ રાજા હતો અને જિનદત્ત નામનો વણિક હતો. તેની સ્ત્રીનું નામ જિનદત્તા હતું અને તેમની પુત્રીનું નામ નીલી હતું. તે અતિશય રૂપાળી હતી. ત્યાં જ સમુદ્રદત્ત નામનો બીજો શેઠ હતો, તેની સ્ત્રીનું નામ સાગરદત્તા અને પુત્રનું નામ સાગરદત્ત હતું.
એક દિવસ વસંતઋતુમાં મહાપૂજાને વખતે કાયોત્સર્ગમાં બેઠેલી સર્વ આભૂષણોથી વિભૂષિત નીલીને જોઈને સાગરદત્ત બોલ્યોઃ
“શું આ પણ કોઈ દેવી છે?” તે સાંભળીને તેના મિત્ર પ્રિયદત્તે કહ્યું “જિનદત્ત શેઠની આ પુત્રી નીલી છે.”
તેનું રૂપ જોઈને તે (સાગરદત્ત) ઘણો આસક્ત થયો અને કેવી રીતે આ પ્રાપ્ત થાય' એમ તેને પરણવાની ચિંતાથી તે દૂબળો થઈ ગયો. સમુદ્રદત્ત તે સાંભળીને બોલ્યોઃ
“હે પુત્ર! જૈન સિવાય બીજા કોઈને જિનદત્ત આ (પોતાની) વહાલી પુત્રીને પરણાવતો નથી. પછી તે બંને (પિતા-પુત્ર) કપટી શ્રાવકો થયા અને તેને પરણાવવામાં આવી. પછી તેઓ બંને (સમુદ્રદત્ત અને તેનો પુત્ર) ફરી બુદ્ધના ભક્તો
૧. નનાદેશે ના ૨. થાળ્યોત્સરિયતા ઘા રૂ. ફિમેષ ઘા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com