Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૫
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર मिति मत्वा स्थूलादसत्यवचन्निवृत्तो न तद्विपरीतात्। तथान्यपीडाकरात् राजादिभयादिना परेण परित्यक्तादप्यदत्तार्थात् स्थूलान्निवृत्तो न तद्विपरीतात्। तथा उपात्ताया अनुपात्तायाश्च पराङ्गनायाः पापभयादिना निवृत्तो नान्यथा इति स्थूल-रूपाऽब्रह्मनिवृत्तिः। तथा धनधान्यक्षेत्रादेरिच्छावशात् कृतपरिच्छेदा इति स्थूलरूपात् परिग्रहान्निवृत्तिः। कथंभूतेभ्यः प्राणातिपातादिभ्यः ? 'पापेभ्यः' पापास्त्रवणद्वारेभ्यः ।। ५२।।
સ્થૂલ અસત્ય વચનથી નિવૃત્ત હોય છે, પરંતુ તેનાથી વિપરીત વચનથી (સૂક્ષ્મ અસત્ય વચનથી ) નહિ તથા અન્યને પીડાકારક અને રાજાદિના ભયાદિથી અન્ય ત્યજી દીધેલ હોવા છતાં પણ નહિ દીધેલા સ્થૂલ અર્થથી (ધનાદિથી ) તે નિવૃત્ત હોય છે પરંતુ તેનાથી વિપરીત અર્થથી (અર્થાત્ સાર્વજનિક માટી, પાણી વગેરે પદાર્થોથી) નહિ. તથા પાપના ભયાદિથી ગૃહિત યા અગૃહિત પરસ્ત્રીથી તે નિવૃત્ત હોય છે, પરંતુ અન્યથા નહિ (પોતાની સ્ત્રીથી નહિ). એમ તેને સ્થૂલરૂપ અબ્રહ્મથી (મૈથુનથી ) નિવૃત્તિ હોય છે તથા ધન, ધાન્ય, ક્ષેત્રાદિનું ઇચ્છાવશ પરિમાણ કરવું એવા સ્થૂલરૂપ પરિગ્રહથી નિવૃત્તિ છે. કેવાં પ્રાણહિંસાદિથી (નિવૃત્તિ હોય છે ) ? “પાપેભ્ય:' પાપાત્રવના દ્વારરૂપ (હિંસાદિથી).
ભાવાર્થ - હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહના એકદેશ અર્થાત્ સ્કૂલ ત્યાગને અણુવ્રત કહે છે. તેના પાંચ ભેદ છે
૧. અહિંસાણુવ્રત, ૨. સત્યાણુવ્રત, ૩. અચૌર્યાણુવ્રત, ૪. બ્રહ્મચર્યાણુવ્રત અને ૫. પરિગ્રહપરિમાણાણુવ્રત.
અણુવ્રતી ત્રસ જીવોની રક્ષાનો ભાવ કરી શકે પરંતુ સ્થાવર જીવોની રક્ષા કરી શકે નહિ. તેને સંકલ્પી હિંસાનો ત્યાગ હોય છે પરંતુ આરંભી, ઉધોગી અને વિરોધી હિંસાનો ત્યાગ હોતો નથી.
રાજ્ય કે સમાજ દડે, લોકમાં અપકીર્તિ થાય કે જીવનો ઘાત થાય તેવું
૨.
અમિતગતિ શ્રાવકાચારાદિમાં “રાત્રિભોજન ત્યાગ” ને પણ છઠું અણુવ્રત કહ્યું છે. જે દેવી-દેવતાઓ માટે, મંત્રસિદ્ધિ માટે. ઔષદિમાં ખાવા માટે, તન્નસિદ્ધિ માટે ત્રેન્દ્રિયાદિ ત્રસ જીવોને મારે છે, મરાવે છે અને અનુમોદના કરે છે તેણે સંકલ્પી હિંસા કરી કહેવાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com