Book Title: Ratnakarandak Shravakachar
Author(s): Samantbhadracharya, Chotalal Gulabchand Gandhi
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રીકુંદકુંદपद्ममण्डलस्योपद्रवं करोति। तद्ग्रहणचिन्तया पद्म दुर्बलमालोक्य बलिनोक्तं किं देव! दौर्बल्ये कारणमिति। कथितं च राज्ञा तच्छ्रुत्वा आदेशं याचायित्वा तत्र गत्वा बुद्धिमाहात्म्येन दुर्गं भक्त्वा सिंहबलं गृहीत्वा व्याधुट्यागतः। तेन पद्मस्यासौ समर्पितः। देव! सोऽयं सिंहबल इति। तुष्टेन तेनोक्तं वांछितं वरं प्रार्थयेति। बलिनोक्तं यदा पार्थयिष्यामि तदा दीयतामिति। अथ कतिपयदिनेषु विहरन्तस्तेऽकम्पनाचार्यादयः सप्तशतयतयस्तत्रागताः। पुरक्षोभाबलिप्रभृतिभिस्तान् परिज्ञाय राजा एतद्भक्त इति पर्यालोच्य भयात्तन्मारणार्थं पद्मः पूर्ववरं प्रार्थितः सप्तदिनान्यस्माकं राज्यं देहीति। ततोऽसौ सप्तदिनानि राज्य दत्वाऽन्तःपुरे प्रविश्य स्थितः। बलिना च आतपनगिरौ कायोत्सर्गेण स्थितान् मुनिन् वृत्यावेष्ट्य मण्डपं कृत्वा यज्ञः कर्तृमारब्धः। उच्छिष्टसरावच्छागादिजीवकलेवरैधूमैश्च मुनिनां मारणार्थमुपसर्गः कृतः। मुनयश्च द्विविधसंन्यासेन મંડળને ઉપદ્રવ કરતો હતો. તેને પકડવાની ચિંતાથી દુર્બળ થયેલા રાજાને જોઈને બલિએ કહ્યું:
“દેવ! દુર્બળતાનું શું કારણ છે?”
રાજાએ જે કહ્યું તે સાંભળીને, આજ્ઞા માગીને તે (બલિ) ત્યાં ગયો અને પોતાની બુદ્ધિના પ્રભાવે દુર્ગને તોડીને સિંહબળને પકડીને પાછો આવ્યો અને પદ્મને સોંપીને કહ્યું:
દેવ! એ આ સિંહબલ.” સંતુષ્ટ થઈને તેણે (રાજાએ) કહ્યું: “તમે વાંછિત વરમાગો.” બલિએ કહ્યું : “જ્યારે માગુ ત્યારે આપજો.”
પછી થોડા દિવસોમાં વિહાર કરતા કરતા તે અકમ્પનાચાર્ય આદિ સાતસો મુનિઓ ત્યાં આવ્યા. શહેરમાં આનંદમય ખળભળાટ થવાથી બલિ આદિએ તેમને ઓળખ્યા. “રાજા તેમનો ભક્ત છે” એમ વિચારીને ભયને લીધે તેમને મારવા માટે પદ્મ પાસે પૂર્વનું વરદાન માગ્યું કે “સાત દિવસ સુધી અમને રાજ્ય આપો.” પછી તે (રાજા પા) સાત દિવસ માટે રાજ્ય આપીને (પોતાના) અંતઃપુરમાં જઈને રહ્યો.
અહીં બલિએ આતપન પર્વન ઉપર કાયોત્સર્ગથી ઊભેલા મુનિઓને વાડથી ઘેરી મંડપ બનાવી યજ્ઞ કરવો શરૂ કર્યો. એઠાં વાસણ, બકરાં આદિ જીવોનાં શરીરો અને ધુમાડાથી મુનિઓને મારવા માટે ઉપસર્ગ કર્યો. મુનિઓ બે પ્રકારનો સંન્યાસ કરીને ઊભા રહ્યા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com