Book Title: Pushpamala Author(s): Pratap J Tolia Publisher: Shrimad Rajchandra Mission View full book textPage 8
________________ જે તેની વિશેષતા વાસ્તે પૂરતું છે. તે વાક્ય એ કે “અરે, એ “પુષ્પમાળા' તો પુનર્જન્મની સાક્ષી છે.” (‘દર્શન અને ચિંતન', ભાગ-૨, પૃષ્ઠ ૭૮૨) | સરળ ગુજરાતી ગદ્યમાં લખાયેલ આ વચનોમાં નિહિત નિરુપમ નિધાનને સાંપ્રત સમાજનો યુવાવર્ગ તથા ગુજરાતી ભાષા નહીં સમજનાર વર્ગ પણ સરળતાથી પામી શકે તે માટે પ્રસ્તુત સંકલનમાં પરમકૃપાળુદેવનાં મૂળ વચન સાથે તેનું અંગ્રેજી ભાષાંતર પણ સમાવિષ્ટ કરેલ છે. પ્રસ્તુત ભાષાંતર માનનીય પ્રોફેસર શ્રી પ્રતાપકુમારજી ટોલિયા અને તેમનાં ધર્મપત્ની સુમિત્રાબેન દ્વારા રચિત-સંપાદિત તથા જિનભારતી, બેંગ્લોર દ્વારા પ્રકાશિત પંચભાષી પુષ્પમાળા'માંથી ઉદ્ભત કરેલ છે, જે અર્થે તેમના ઋણનો સ્વીકાર કરીએ છીએ. આ અવસરે “પુષ્પમાળા'ની શિબિરોનું સંચાલન કરનાર સર્વ સ્વાધ્યાયકારોને તેમજ પુસ્તિકા પ્રગટ કરવાના સત્કાર્યમાં ભક્તિસભર યોગદાન આપનાર સર્વ મુમુક્ષુઓને ધન્યવાદ પાઠવીએ છીએ. પરમકૃપાળુદેવની સ્વાનુભૂતિસમૃદ્ધ વાણીના પ્રભાવથી આ પુષ્પોને પોતાની જીવનચર્યામાં ગૂંથી લઈ સહુ જીવો જીવનસાર્થકતાના પંથે પ્રયાણ કરી પ્રગતિ સાધે અને પરમની પ્રાપ્તિ કરે એ જ ભાવના. સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” વિનીત, તા. ૦૧-૦૧-૨૦૧૬ ટ્રસ્ટીગણ, શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 90