________________
४८
પુષ્પ ૬૬
વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે માટે જંજાળમોહિનીથી આજે અત્યંતરમોહિની વધારીશ નહીં. Real, long-lasting happiness lies only in detachment; hence do not expand internal delusion by allurement of worldly attractions.
પુષ્પ ૬૭
- - નવરાશનો દિવસ હોય તો આગળ કહેલી સ્વતંત્રતા પ્રમાણે ચાલજે. If you have got a day of leisure, then act according to previously mentioned freedom.
પુષ્પ ૬૮
કોઈ પ્રકારની નિષ્પાપી ગમ્મત કિવા અન્ય કંઈ નિષ્પાપી સાધન આજની આનંદનીયતાને માટે શોધજે. Seek any type of innocuous amusement or any other sinless, righteous resources for today's pleasure.