________________
૩૦
પુષ્પ ૩૯
અનુચર હો તો પ્રિયમાં પ્રિય એવા શરીરના નિભાવનાર તારા અધિરાજની નિમકહલાલી ઇચ્છી આજના દિવસમાં પ્રવેશ કરજે. If you are a servant, then enter into this day wishing loyalty and faithfulness towards your employer, who is the sustainer of your body, which is dearest of all to you.
પુષ્પ ૪૦
- - દુરાચારી હો તો તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ અને સુખ એને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે. If you are the person with bad character, then enter into this day by thinking of your health, fear, dependency, your condition and happiness.
પુષ્પ ૪૧
દુઃખી હો તો (આજની) આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે. If you are an unhappy person, enter into this day by hoping for livelihood enough for the day.